________________
ખૂબ આનંદ થાય છે અને એ જ કાનને કડવી ભાષા, પોતાની નિંદા સાંભળવા મળે છે ત્યારે તે ખૂબ નારાજ ને નિરાશ થશે. જીભને દૂધપાક, . શિખંડ, કેરી મળશે તો જીભમાંથી પાણી છૂટે છે. પણ ન ભાવતો સૂકો રોટલો કે કારેલાનું શાક મળે તો નારાજ થશે. આમ જીવ રાગ-દ્વેષ કરે છે અને કર્મો બાંધે છે, પરંતુ આચાર્ય મહારાજ ગમે તેવા મનગમતા પદાર્થો મળે તો પણ રાજી થતા નથી અને ગમે તેવા અણગમતા પદાર્થો મળે તો નારાજ થતા નથી. માટે આ પાંચે ઇન્દ્રિયોના વિષયોને જીતનારા છે. એટલે પાંચ ગુણો કહેવાય છે.
સાંખ્યદર્શનમાં માનનારાઓ આ શરીરમાં ૧૧ ઇન્દ્રિયો છે તેમ માને છે. પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય, અને એક મન. જ્ઞાનેન્દ્રિયોથી જ્ઞાન થાય છે, જેમકે કાન વગેરે. કર્મેન્દ્રિયથી સંસારનાં કામો થાય છે. તે પાંચ છે. હાથ, પગ, સ્ત્રીચિહ્ન, પુરુષચિહ્ન, અને ગુદા. મન અંદર રહ્યું હોવા છતાં ચિંતન-મનન કરે છે. આમ કુલ ૧૧ ઇન્દ્રિયો છે. જૈનદર્શન ફક્ત પાંચ જ્ઞાનેન્દ્રિયોને જ ઇન્દ્રિયો કહે છે, કારણ કે હાથ, પગ વગેરે જે અવયવો છે, તે તે અવયવોથી થતાં કામકાજ બીજા અવયવોથી પણ કરી શકાય છે. માટે અસાધારણ કારણ નથી.
જેમ હાથ પકડવાનું કામ કરે છે, પરંતુ કદાચ હાથ ન હોય તો પગથી પણ લોકો વસ્તુને પકડે છે. પક્ષીઓ ચાંચથી પણ વસ્તુ પકડે છે. એટલે હાથ એ પકડવાના કાર્યનું અસાધારણ કારણ નથી. જ્યારે કાન સાંભળવાના કાર્યનું અસાધારણ કારણ છે. તે કાર્ય બીજાં અવયવોથી નથી જ થતું. તેવી રીતે પગ ચાલવાનું કારણ છે, પરંતુ જેઓને પગ નથી તેઓ હાથથી ચાલે કે પેટથી ચાલે છે. અન્ય પાંખથી ચાલે છે, તેથી પગ એ કંઈ ચાલવાનું અસાધારણ કા૨ણ નથી. માટે કર્મેન્દ્રિયોને ઇન્દ્રિયો નથી માનતા. મન શરીરની અંદર કામ કરતું
૧ નારાજ - નાખુશ થવું તે. ૨ અસાધારણ = ખાસ કારણ.
પ્રતિપદ સૂત્ર - ૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org