________________
હોવાથી અભ્યન્તર' ઇન્દ્રિય કહેવાય છે, પરંતુ તે આ પાંચ જ્ઞાનેન્દ્રિયો સાથે કામ કરે છે, એટલે જુદી ગણી નથી. આ પ્રમાણે આચાર્ય મહારાજ આ પાંચ ઇન્દ્રિયોના વિષયો ગમે તેવા મળે તો પણ રાજી-નારાજી થતા નથી. બલ્કે તેઓ વિષયોને ત્યજે છે. માટે પાંચ ગુણો ગણાવ્યા છે. નવ પ્રકારની બ્રહ્મચર્યની વાડને પાળનારા
આપણા જીવો અનાદિકાલીન મોહના વશથી અબ્રહ્મ (મૈથુનક્રીડા -સ્ત્રી-પુરુષનું સંસારસેવન) માં પડેલા છે. કોઈ મહાત્મા પુરુષના ધર્મોપદેશથી, સત્સંગથી અથવા ઉત્તમ વાંચનથી કદાચ તેના ઉપર કાબૂ રાખ્યો હોય તો પણ જરાક નિમિત્તો મળતાં પાછાં વિકાર અને વાસનાઓ હૃદયમાં ભડભડ સળગવા લાગે છે. કોઈ સ્ત્રીનું શરીર અર્ધ વસ્ત્રોવાળું, ખુલ્લાં અંગોવાળું અથવા નગ્ન જોઈએ ત્યારે તરત જ શરીરમાં વાસના જાગે છે. ગ્રહણ કરેલું બ્રહ્મચર્ય વ્રત તૂટી જાય તેવી સ્થિતિ ઊભી થાય છે. આથી ખેતરમાં ઊગેલા ધાન્યની સુરક્ષા માટે જેમ ચારે બાજુ કાંટાની વાડ બનાવવામાં આવે છે તેવી રીતે બ્રહ્મચર્ય વ્રતને પાળવા માટે નીચે મુજબ નવ વાડો બનાવવામાં આવી છે, g વાડોને આચાર્ય મહારાજશ્રી બરાબર પાળે છે. તેનાથી તેમનામાં ‘‘અબ્રહ્મ’નો દોષ આવતો નથી, એટલે આ ૯ ગુણો કહ્યા છે.
(૧) સ્ત્રી-પશુ-નપુંસકો વસતા હોય ત્યાં અથવા તેમની અત્યંત નજીક વસવાટ કરવો નહીં.
(૨) સ્ત્રી આદિ વિજાતીય વ્યક્તિની સાથે એકાન્તમાં બેસી વાતો કરવી નહિ.
(૩) સ્ત્રીનાં અંગો (કામવિકારની દૃષ્ટિએ) જોવાં નહીં.
૧ અભ્યન્તર ઇન્દ્રિય = અંદરની ઇન્દ્રિય. ૨ વિજાતીય = વિપરીત જાતિ,
- કોશ પ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org