________________
(૪) જે આસન પર સ્ત્રી બેઠી હોય ત્યાં પુરુષે, અને જ્યાં પુરુષ બેઠો હોય ત્યાં સ્ત્રીએ અમુક સમય સુધી બેસવું નહિ.
(૫) સ્ત્રી-પુરુષ (યુગલ-કપલ) જ્યાં એકાન્તમાં બેઠું હોય, સૂતું હોય અથવા વાતચીત કરતું હોય ત્યારે ભીંતના આંતરે ઊભા રહીને જોવું-જાણવું કે સાંભળવું નહીં.
(૬) પૂર્વે સંસારમાં જે ભોગો ભોગવ્યા હોય તેને યાદ કરવા
નહીં.
(૭) માદક (વિકારક) પદાર્થો ખાવા નહીં. (૮) નીરસ આહાર પણ અધિક ખાવો નહીં.
(૯) શરીરની શોભા-ટાપટીપ કે અતિશય શણગાર કરવાં નહીં. જ્ઞાની પુરુષોએ આપણા ગુણોની રક્ષા માટે કેવા કેવા ઉપાયો બતાવ્યા છે ! સિનેમામાં બતાવાતાં ચલચિત્રો' કે જે નિર્જીવ છે તે જોવાથી પણ જો આત્મામાં વિકારો થાય છે તો પછી સાક્ષાત સ્ત્રીપુરુષની ચર્ચા જોવાથી કેમ ન થાય ? માટે જ્ઞાનીઓએ આવા ઉપાયો બતાવ્યા છે. આચાર્ય મહારાજશ્રી પોતાના લીધેલા બ્રહ્મચર્યવ્રતને જરા પણ દોષ ન લાગે તેટલા માટે ઉપરની ૯ વાડો બરાબર પાળે છે. જેનાથી અલ્પ પણ અબ્રહ્મ આવતું નથી. અબ્રહ્મનો સર્વથા ત્યાગ થાય છે. માટે આ ૯ ગુણો ગણાવ્યા છે.
ચાર પ્રકારના કષાયોથી મુકાયેલા
કષ=સંસાર, આયવૃદ્ધિ, જેનાથી સંસારની વૃદ્ધિ થાય, જન્મમરણની પરંપરા વધે તે કષાય, તેના ચાર ભેદ છે. ક્રોધ - માન- માયા - લોભ
૧ માદક = શરીરમાં વિકાર કરે તેવા પદાર્થો. ૨ નીરસ =લુખ્ખો-રસવિનાનો. ૩શણગાર = શોભા – દેખાવ. ૪ ચલચિત્રો – પટ્ટીમાં દેખાડાતાં નિર્જીવ ચિત્રો. ૫ ચર્યા = આચરણપ્રવૃત્તિ.
=
Jain Education International
પણ સુત્ર
For Private & Personal Use Only
www.jainelibrary.org