________________
આચાર્યમહારાજશ્રી આ ચારે કષાયોને જિતનારા છે. તેથી તેમના ૪ગુણો કહ્યા છે. ક્રોધ એટલે આવેશ, ગુસ્સો, ગરમી; માન એટલે અભિમાનમોટાઈ, હોઈએ તેનાથી અધિક દેખાવાની વૃત્તિ, માયા એટલે છળ-કપટછેતરપિંડી, હૈયામાં જુદુ હોય તેને હોઠથી જુદુ બોલવું તે. લોભ એટલે સ્પૃહા-ઇચ્છા તૃષ્ણા આશા ઝંખના આસક્તિ તે. આ ચાર કષાયોમાં ક્રોધકષાય બહારથી દેખાતો કષાય છે. કારણકે જે આત્મા ગુસ્સો કરે છે. તેને કોઈક વખત પાછળથી પસ્તાવો થાય છે. “મેં નાહક આવો ગુસ્સો કેમ કર્યો” એમ દુઃખ પણ થાય છે. શરીર તપી જાય છે. લોહી ઊકળી જાય છે. તાવ આવે છે. આડોશી-પાડોશી વચ્ચે પડીને ક્રોધથી રોકે છે. તેથી ક્રોધ બહારથી જણાતો કષાય છે.
માન-માયા અને લોભ આ ત્રણ અંદરના કષાયો છે. જીવ આ ત્રણ કષાયો કરે છે. અને તેમાં પોતાનું બુદ્ધિચાતુર્ય માને છે. કષાયો એ કષાયો છે. એવી સમજ પણ રહેતી નથી. તેમાં વળી સત્તા અને સંપત્તિ ભળે તો આ કષાયો અમર્યાદિત થઈ જાય છે. આ માન-માયા-અને લોભથી ભરેલો આત્મા જે કંઈ કામકાજ કરે તે પોતાના સ્વાર્થ માટે અથવા પોતાના અતિનિકટના સગાના સ્વાર્થ માટે કરે અને ગામમાં ગાય એવું કે હું તમારા ભલા માટે દોડું છું. જુઓ તમને મારા આ કામથી કેટલા કેટલા લાભ થયા. બીજાને થયેલા થોડા લાભોને મોટા કરી ગાય, પોતાને થતા મોટા લાભને દબાવી દે. આત્મપ્રશંસા બહુ જોરશોરથી ગાય. હું વચ્ચે હતો તો તમારુ કેવું સરસ કામ થઈ ગયું. આમાં જ પોતાની કુશળતાની સફળતા માને. બીજા નબળા, ધાર્મિક, અને ભદ્રિક જીવોનો પરાભવ કરવામાં જ પોતાની શક્તિનો ઉપયોગ કરે. આવા પેટમાં ગુપ્તપણે રહેલા આ ત્રણ કષાયો અતિભયંકર છે. આચાર્યપદે બિરાજમાન મહાત્માઓ આવા કષાયોથી તદૃન અલિપ્ત રહે છે. તેઓ ધીર-વીર-ગંભીર-પ્રૌઢ અને ૧ બુદ્ધિચાયુર્ય = બુદ્ધિની હોશિયારી. ૨ અમર્યાદિત = મર્યાદા વિનાના. ૩ અતિનિકટના = અતિશય નજીકના. ૪ પરાભવ = અપમાન કરવું તે. ૫ ગુપ્ત = છાનું, ન દેખાય તેવું. ૬ અતિભયંકર = ઘણા જ ખરાબ, નુકસાન કરનારા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org