________________
સમભાવની મુદ્રાવાળા હોય છે. અને તેથી જ પ્રભાવસંપન્ન થાય છે.
આ ચાર કષાયોમાં વ્યવહારથી પહેલો ક્રોધ જિતાય, પછી જ માન-માયા અને લોભ જિતાય; અને નિશ્ચયથી પહેલાં લોભ જિતાય પછી જ માયા-માન-અને ક્રોધ જિતાય છે. તે વાત કંઈક સૂક્ષ્મ બુધ્ધિથી વિચારીએ
આપણે “લોભ” શબ્દનો “ધનની કરકસર એવો અર્થ ઘણું કરીને કર્યો છે. એટલે જે માણસો પાસે ધન છે પરંતુ તેને વાપરતો નથી તેને આપણે લોભિયા કહીએ છીએ. જે માણસો ધનની બહુકરકસર કરે, સંગ્રહ કરે, અવસરે બરાબર ખર્ચ નહિ, સમાજમાં પૈસા પ્રમાણે વર્તે નહિ એવા માણસોને દુનિયા લોભીયા કહે છે. પરંતુ આ અર્થ બરાબર નથી. કારણ કે કોઈ પણ માણસને ગમે તેટલું ધન હોય તો પણ પોતાનું ધન ઓછું જ લાગવાનું છે. બીજાનું જ ધન વધારે દેખાવાનું છે. પોતાની પાસે લાખ પહોંચે ત્યારે પાંચ લાખવાળાથી ઓછું છે. પાંચ લાખ પહોંચે ત્યારે પચ્ચીસ લાખવાળાથી ઓછું છે. અને પચ્ચીસ લાખ પહોંચે ત્યારે પચ્ચાસ લાખવાળાથી ઓછું છે. એમ લાગ્યા જ કરે છે. એટલે મારી પાસે ખાસ કંઈ ધન છે જ નહિ તો હું લોભ શેનો કરું? લોભ તો પેલા શેઠને છે એમ પરમાં જલોભ દેખાય. પોતાનામાં લોભ દેખાતો નથી. સંસારી તમામ જીવોમાંલક્ષ્મી બીજાની વધારે દેખાય અને સરસવતી પોતાની વધારે દેખાય
હંમેશાં બુદ્ધિ પોતાનામાં જ વધારે દેખાય છે અને પૈસો બીજામાં જ વધારે દેખાય છે. એટલે જ્યાં પૈસો હોય ત્યાં જો લોભ હોય એમ અર્થકરીએ તો મારી પાસે તો ખાસ પૈસા જ નથી એટલે મને તો લોભ જ નથી. આમ પોતાને જાતને જીવ લોભવિનાની માને છે, બીજાને લોભી માને છે; જેથી પોતાની પ્રશંસા અને બીજાની નિંદા કરતો ફરે છે.
3
૧ સમભાવની મુદ્રાવાળા= મોઢા ઉપર સમતાભાવ તરવરતો હોય તેવા. ૨ પ્રભાવસંપન્ન = તેજસ્વી પ્રભાવથી ભરેલા. ૩ સૂક્ષ્મબુદ્ધિથી = ઝીણી તીવ્ર બુદ્ધિથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org