________________
જ્ઞાની મહાત્માઓએ લોભનો અર્થ મૂચ્છ-મમતા-આશા-ઇચ્છાવાંછા-વાસના એવો કરેલ છે. કોઈ પણ પુદ્ગલ વસ્તુની ઈચ્છા થવી એ જ લોભ છે હૃદયમાં નિશ્ચયથી સૌ પ્રથમ ખાવા-પીવા-પહેરવા-ઓઢવા વગેરેની ઈચ્છાઓ જન્મે છે. તે લોભ છે. પછી તે ઈચ્છાઓ સિદ્ધ કરવા આ જીવ માયા ચાલુ કરે છે. કપટવૃત્તિ, છેતરપિંડી, જૂઠું બોલવું, ચોરી કરવી, ઈત્યાદિ દૂષણો ઇચ્છાત્મક લોભમાંથી જન્મે છે. એટલે લોભથી માયા જન્મ, તે માયા ધાર્યા પ્રમાણે સફળ થાય એટલે માન જન્મે, અને તે માયા નિષ્ફળ જાય તો ક્રોધ જન્મ, આ પ્રમાણે નિશ્ચયથી સૌ પ્રથમ લોભઇચ્છા જન્મે છેજેબાકીના ચારે કષાયોને લાવે છે. માટે “ઇચ્છાઓને જીતવીએ જ આત્મધર્મ છે. નિશ્ચયશુદ્ધ આત્મધર્મને ખાસ જાણવો જોઈએ.
અત્યારે એટલું બધું અસત્ય ફાલ્યુંફુલ્યું છે કે “સત્ય કહેવુ તે પણ અસત્ય લાગે છે. પોતાની અજ્ઞાનતાથી, અને અજ્ઞાની ગુરૂના યોગથી જીવો “ધર્મ કરવાથી ધન મળે, અને ધન ખર્ચવાથી ધર્મ થાય” આ પંક્તિ સરસ જોડી દીધી છે. આ અણસમજના મહાપાપે “અન્યાયથી રળવું અને અભિમાનથી ખરચવું” આ મહા અસત્ય ચાલ્યું છે. ધનની પ્રાપ્તિ પૂર્વે બાંધેલા પુણ્યના ઉદયથી છે. પુણ્યકર્મજનિત છે. અને ધર્મનું ફળ કષાયોનો વિજય, મોહનો ત્યાગ,ક્ષમાદિ ગુણોની પ્રાપ્તિ છે. ધર્મ સાચા દિલથી કરવાથી જીવનમાં મોહ પાતળો પડે, સગુણો આવે, પુણીયા શ્રાવકમાં ભગવાને વખાણ્યું એવું સામાયિક હતું જે મહાન ધર્મ હતો છતાં પૂર્વબદ્ધ પાપના ઉદયથી ધન ન હતું. અને મમ્મણશેઠને પૂર્વબદ્ધપુણ્યના ઉદયથી ઘણું ધન હતું પરંતુ ધર્મ ન હતો. આવાં ઘણાં દૃષ્ટાન્ત છે. જૈનશાસ્ત્રોમાં ઠેકાણે ઠેકાણે ધનનું કારણ અને ધર્મનું ફળજુદુ ગણાવ્યું છે પુણ્યોદય એ ધનનું કારણ છે અને મોહ-કષાયનો ક્ષય - સગુણોની ૧ આત્મધર્મ =સાચો આત્માનો ધર્મ. ૨ નિશ્ચયશુદ્ધ = વાસ્તવિક નિર્મળ ધર્મ. ૩ યોગથી = સંયોગ-સમાગમથી. ૪ અણસમજ = અજ્ઞાનતા. બિનઆવડત. ૫ અન્યાયથી = નીતિમત્તા વિના.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org