SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ પાપોની ક્ષમા માગું છું. (૫) પાપોનો ત્યાગ કરી આત્માને તેમાંથી દૂર રાખવા કાયાને સ્થિર કરવી તે કાયોત્સર્ગાવશ્યક, “અપ્પાણે વોસિરામિ” આ પદમાં પાંચમું કાઉસ્સગ્નાવશ્યક છે. હું મારા આત્માને આવાં પાપોની ક્ષમા માટે કાયાને સ્થિર કરું છું. (૬) સામાયિકમાં પાપો નહિ કરવાની પ્રતિજ્ઞા કરવી તે પચ્ચખાણાવશ્યક, “સાવરું જોગ પચ્ચખામિ” આ પદમાં છઠ્ઠું પચ્ચખાણાવશ્યક છે. હે પ્રભુ! હું આ સામાયિકમાં પાપવાળાં કામો નહિ કરવાની પ્રતિજ્ઞા કરું છું. જૈનધર્મ ત્યાગપ્રધાન છે. આહાર-અલંકાર-વસ્ત્રાદિ-ધનમિલકત પરિવારોનો ત્યાગ કરવો તે બાહ્યપદાર્થોનો ત્યાગ હોવાથી દ્રવ્યત્યાગ કહેવાય છે. અને રાગ-દ્વેષ-મોહ -માન-માયાદિ અંદરના વિકારોનો ત્યાગ કરવો તે ભાવત્યાગ છે. ભાવત્યાગ લાવવા માટે દ્રવ્યત્યાગ આવશ્યક છે. કારણ કે જો દ્રવ્યત્યાગ ન કર્યો હોય તો રાગાદિનો ત્યાગ થવો અતિશય દુષ્કર છે. આ સામાયિક દ્રવ્યત્યાગ અને ભાવત્યાગ એમ બન્ને સ્વરૂપવાળું છે. જ્યારે જ્યારે સામાયિક કરવામાં આવે છે ત્યારે ત્યારે આહાર-સંસારિક વસ્ત્રો, ધનનો સંયોગ વગેરે દ્રવ્યો પણ ત્યજાય છે. અને તેના વિષેનો મોહ પણ છોડી સમભાવ રાખવાની પ્રેક્ટિસ પણ કરાય છે. માટે આ સામાયિક ધર્મમય છે. જૈન ધર્મનાં પર્વો ત્યાગથી ઊજવાય છે. જ્ઞાનપંચમી, ચોમાસી ચૌદસ પજુસણ", નવપદની ઓળી વગેરે પર્વો જ્યારે આવે ત્યારે ચતુર્વિધ શ્રી સંઘ પોત પોતાની શક્તિને અનુસારે ઉપવાસાદિ તપ કરી ૧ અલંકાર= દાગીના, ઘરેણાં. ૨ પરિવાર= કુટુંબ-સ્ત્રી-પુત્ર-પુત્રી વગેરે. ૩ જ્ઞાનપંચમી= જ્ઞાની આરાધનાનો દિવસ કારતક સુદ પાંચમ. ૪ ચોમાસી ચૌદસ= ચાર ચાર મહિને આવતું પર્વ; કારતક-ફાગણ-અષાડ સુદ ચૌદસ. ૫ પજુસણ= શ્રાવણ-ભાદરવા માસમાં આવતા ધર્મારાધનના દિવસો. ૬ નવપદની ઓળી= અરિહંતાદિ નવે પદોની આરાધના માટેના દિવસો આસો-ચૈત્ર માસમાં આવે છે. S Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001094
Book TitleJain Tattva Prakasha 3rd Edition
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2002
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, 2 Pratikraman Arth, Vivechan, & Paryushan
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy