SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ લોકો આપણને તપસી કહે, જેનાં માન-બહુમાન થાય તે બધો બાહ્યતા કહેવાય છે. બાહ્ય અને અભ્યત્તર એમ બન્ને પ્રકારના તપના છ-છ ભેદો છે. કુશલ (એવા જ્ઞાની) મહાપુરુષોએ બતાવેલા (૬) બાહ્ય અને (૬) અભ્યત્તર એમ બારે પ્રકારના તપોને વિષે ખેદ ન થાય તેમ, તથા આજીવિકાની બુદ્ધિ ન થાય તેમ પ્રયત્ન કરવો જોઈએ. તે જ તપાચાર કહેવાય છે. તપતેવો અને તેટલો કરવો કે જેથી તેમાં ખેદ-કંટાળો-ઉદ્વેગ કે ક્રોધાગ્નિ ન આવે તે “અગિલાઈ” કહેવાય છે. અને બે-ચાર દિવસના ઉપવાસ કરીશું તો તેટલા દિવસ તો ખાવાનું બચશે એવી બુદ્ધિ ન રાખીને તપ ઉપરના ઘણા જ બહુમાનથી તપ કરવો તે “અણાજીવી” કહેવાય છે. હવે પછીની બે ગાથાઓમાં ૬ બાહ્ય અને ૬ અભ્યત્તર તપના ભેદો જણાવે છે. તે ૫ || “અણસણ મુણોઅરિયા, વિત્તીસંખેવણ રસચ્ચાઓ કાચકિલેસો સલીણચાય, બન્નો તવો હોઈ || ૬ | આ ગાળામાં બાહ્યતાના ૬ ભેદોનાં નામો છે. તે આ પ્રમાણે છે : (૧) અણસણ = આહારનો સર્વથા ત્યાગ કરવો તે, તેના ૨ ભેદ છે. સર્વઅણસણ અને દેશઅણસણ. ચોવિહાર ઉપવાસ-છઠ્ઠ, અઠ્ઠમ વગેરે જે કરાયતેમાં બધા જ આહારનો ત્યાગ કરવાથી “સર્વઅણસણ” કહેવાય છે. અને તિવિહાર ઉપવાસ-એકાસણું-આયંબિલ-બેસણું વગેરે જે તપ કરાય તેમાં અંશે આહારનો ત્યાગ છે માટે “દેશઅણસણ” કહેવાય છે. આહારના ચાર પ્રકાર છે જે ખાવાથી પેટ ભરાય. રોટલા-રોટલીભાત-ભાખરી-કીચડી વગેરેને અણશન કહેવાય છે. જે પીવાય તે પાણી પાન કહેવાય છે. જે ખવાય પરંતુ પેટ ન ભરાય તે ખાદિમ મેવા-ધાણી ચણા-સીંગ-ફુટ વગેરે, અને જે સ્વાદ પૂરતું ચપટી જ ખવાય પરંતુ વધારે ન ખવાય તે સ્વાદિમધાણાની દાલ, વરિયાળી, સોપારી, એલચી વગેરે આ ચારે આહારનો જેમાં ત્યાગ કરાય તે ચોવિહાર અર્થાત્ સર્વઅણસણ ક . .. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001094
Book TitleJain Tattva Prakasha 3rd Edition
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2002
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, 2 Pratikraman Arth, Vivechan, & Paryushan
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy