________________
કહેવાય છે. એ જ પ્રમાણે એકાસણાદિને પણ દેશઅણસણ કહેવાય છે કારણ કે તેમાં અંશે આહારનો ત્યાગ છે.
(૨) ઉણોદરિકા = પેટમાં જે કંઈ ભૂખ હોય તેના કરતાં કંઈક પણ ઓછું ખાવું તે. શાસ્ત્રમાં પુરુષનો ખોરાક ૩૨ કવલ, અને સ્ત્રીઓનો ખોરાક ૨૮ કવલ કહેલો છે. તેનાથી બે-પાંચ પણ કોળિયા ઓછા ખાવા તે ઉણોદરિકા તપ.
(૩) વૃત્તિ સંક્ષેપ = ઇચ્છાઓને રોકવી, ટુંકાવવી તે વૃત્તિસંક્ષેપ. જેમ કે આખા દિવસમાં ૨૫ દ્રવ્યોથી વધારે ખાવાં નહિ, બે કે ત્રણ ટાઈમથી વધુ ભોજન કરવું નહિ. લારી-ગલ્લા ઉપર ખાવું-પીવું નહિ, ચાલતાં ચાલતાં કે ઊભાં ઊભાં ખાવું-પીવું નહિ ઇત્યાદિ ઈચ્છાઓને ટુંકાવવી તે.
(૪) રસત્યાગ = રસવાળી, માદક અથવા વિશિષ્ટ વસ્તુઓનો ત્યાગ કરવો તે મધ-માંસ-મદિરા અને માખણ આ ચાર મહાવિગઈઓનો સંપૂર્ણત્યાગ, તથા ઘી-તેલ-દૂધ-દહીં-ગોળ-પકવાન આ છ વિગઈઓનો પણ યથાયોગ્યત્યાગ તથા કેરી-શિખંડ-બાસુદી કે મીઠાઈજેવી મહત્વવાળી વસ્તુનો ત્યાગ તે.
(૫) કાયકલેશ= કાયાને કષ્ટ આપવું તે. ઊભા-ઊભા કાઉસ્સગ્ન કરવો, વિહાર કરવો, માથે લોચાદિ કરવા, શરીરની ટાપટીપ ન કરવી
વગેરે.
(૬) સંલીનતા = મનમાં થતી વિષયોની વાસના રોકવી. અથવા શરીરના અવયવો અને અંગ-ઉપાંગને સંકોચી રાખવાં. બિભત્સ લાગે તેમ ન વર્તવું તે.
આ છ પ્રકારનો તપ શરીરને શોષે છે. આ તપ કરનાર તપસી કહેવાય છે. લોકો તેનાં માન-સન્માન કરે છે. માટે બાહ્યતપ કહેવાય છે. આ ૬ !
“પાયશ્ચિત્ત વિણઓ, વેચાવચ્ચે તહેવ સજાઓ ઝાણ ઉસગ્ગો વિચ, અભિંતર તવો હોઈ I ૭ II
આ ગાથામાં છ પ્રકારના અભ્યત્તર તપનું વર્ણન છે. જે તપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org