________________
શરીરને ન તપાવે પરંતુ આત્માને તપાવે, જેને લોકો ન જોઈ શકે તે અભ્યત્તર તપ કહેવાય છે.
(૧) પ્રાયશ્ચિત = કરેલી ભૂલોની ક્ષમા માગવી, ભૂલોના બદલામાં દંડ સ્વીકારવો. ફરીથી આવી ભૂલો ન થાય તે માટે જાગ્રત રહેવું. તેના દશ ભેદો છે.
(૨) વિનય = ગુણવાન વ્યક્તિઓ પ્રત્યે નમ્ર સ્વભાવ રાખવો. આપણામાં જ્ઞાનાદિ ગુણો કેમ આવે તે માટે તેમના આજ્ઞાંક્તિ બનવું તે.
(૩) વૈયાવચ્ચ = ગુણવાન વ્યક્તિઓ, ઉપકારી પુરુષો અને વડીલો વગેરેની આહારાદિથી સેવાભક્તિ કરવી, માંદગીમાં શારીરિક શુશ્રુષા કરવી તથા સામાન્ય કોઈપણ ધર્મી જીવની સેવા-ભક્તિ-શુશ્રુષા કરવી તે.
(૪) સ્વાધ્યાય = જેમાં આત્માનું હિત થાય તેવું અધ્યાત્મ અને વૈરાગ્યને વધારનાર જ્ઞાન ભણવું, શાસ્ત્રો વાંચવાં, ચિંતન-મનન કરવું, મહાપુરુષોએ બનાવેલા ગ્રન્થો કંઠસ્થ કરવા. અર્થો વિચારવા, આત્મા સંસારથી પર બને તેવું જ્ઞાન મેળવવું તે.
(૫) ધ્યાન = જેમ જેમ ઉત્તમ સ્વાધ્યાય વધતો જાય તેમ તેમ એકાગ્રતાપૂર્વક તેનું મનન કરવું. તે વિષેના વિચારોમાં અત્યંત સ્થિર થવું
(૬) કાયોત્સર્ગ = અધ્યાત્મ અને વૈરાગ્યને વધારનાર જ્ઞાન દ્વારા શારીરિક સ્થિરતા વધતાં તેમાં વધુ ને વધુ લયલીન બનવા માટે કાયાની તમામ ચેષ્ટાઓ ત્યજી દઈને અત્યંત એકાગ્ર બનવું તે.
આ છ પ્રકારના અત્યંતર તપ વડે આત્માનાં ઘણાં કર્મો ક્ષય થાય છે. બન્નેને પ્રકારનાં તપો પરસ્પર ઉપકારક છે. બાહ્યતા એવો કરવો કે જેનાથી અત્યંતર તપની વૃદ્ધિ થાય. અને અત્યંતરતપ એવો કરવો કે ૧ કંઠસ્થ = મુખપાઠ કરવો તે. ૨ અધ્યાત્મ = આત્મા ભણી જે દૃષ્ટિ. ૩ વૈરાગ્ય = સંસારનો રાગ ઘટી જવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org