________________
(૩૦) સુંદર આકૃતિવાળા થવું. એટલે મોઢા ઉપર ક્રૂરતાદિ બીભત્સાકૃતિ-ઓનો ત્યાગ કરવો.
(૩૧) પરોપકારી થવું. બની શકે તેટલો બીજાનો ઉપકાર કરવો. (૩૨) અંદરના શત્રુઓ કામ-ક્રોધ-લોભ-માન વગેરેને જીતનારા બનવું.
(૩૩) વશીકૃતેન્દ્રિયગામી-પાંચે ઇન્દ્રિયોને વશ રાખવી. શ્રાવકજીવનના ૨૧ ગુણો
(૧) તુચ્છ સ્વભાવ ન રાખવો, (૨) રૂપવાન્ હોવું. (૩) શાન્ત પ્રકૃતિ હોવી. (૪) લોકપ્રિય (૫) ક્રૂરતા વિનાનો સ્વભાવ (૬) પાપભીરુતા (૭) અશઠ (લુચ્ચાઈ વિનાનું જીવન) (૮) દાક્ષિણતા એટલે પોતાનું જતું કરીને પણ બીજાનું ભલું કરવું (૯) લજ્જાળુતા (૧૦) દયાળુતા (૧૧) માધ્યસ્થ=સૌમ્યદૃષ્ટિ (૧૨) ગુણાનુરાગીપણું (૧૩) સત્કથાખ્ય ઉત્તમ પુરુષોની કથા કરવી. (૧૪) સુપક્ષયુક્ત=હંમેશાં સાચો અને સારો પક્ષ સ્વીકારવો, (૧૫) દીર્ઘદર્શી=લાંબો વિચાર કરીને કામકાજ કરવું (૧૬) વિશેષજ્ઞ ઝીણી ઝીણી વસ્તુના પણ જાણકાર બનવું. (૧૭) વૃદ્ધાનુગામી= વડીલોને અનુસરવું (૧૮) વિનયવાળા બનવું (૧૯) કૃતજ્ઞ=જેણે ઉપકાર કર્યો હોય તેને વફાદાર રહેવું (૨૦) પરોપકારી થવું. (૨૧) લબ્ધલક્ષ=લક્ષ્યને પ્રાપ્ત કરવાવાળા થવું.
દૈવસિક પ્રતિક્રમણની વિધિ :
(૧) પ્રથમ સામાયિક લેવાની વિધિ પ્રમાણે સામાયિક લેવું. (૨) ત્યારબાદ પાણી વાપર્યું હોય તો મુહપત્તિ પડિલેહવી. (૩) ત્યારબાદ આહાર વાપર્યો હોય તો બે વાંદણાં દેવાં. બીજા વાંદણામાં આવસ્તિઆએ” એ પદ ન બોલવું.
ત્યારબાદ યથાશક્તિ દિવસચરિમંનું પચ્ચક્ખાણ કરવું. પછી,
તત્ત્વાકા
(૪)
=
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org