________________
નહિ.
(૮)
સારા આચારવાળા પુરુષોની સોબત કરવી.
(૯) માતા તથા પિતાની સેવા કરવી. તેમને પ્રસન્ન રાખવાં. (૧૦) ઉપદ્રવવાળાં સ્થાનો ત્યજી દેવાં, લડાઈ, દુકાળ અને તકલીફવાળાં સ્થાનો છોડી દેવાં
(૧૧) નિંદિત કામમાં ન પ્રવર્તવું. (૧૨) આવક પ્રમાણે ખર્ચ રાખવું.
(૧૩) પોતાના ધનને અનુસારે પોશાક તથા વર્તન રાખવાં. (૧૪) શાસ્ત્રો સાંભળવામાં, મનન કરવામાં મન લગાવવું. (૧૫) ધર્મ નિત્ય સાંભળવો. બુદ્ધિ નિર્મળ રાખવી. (૧૬) પહેલું કરેલું ભોજન પચી જાય પછી જ બીજું ભોજન કરવું. (૧૭) જ્યારે ખરી ભૂખ લાગે ત્યારે જ ખાવું. (૧૮) ધર્મ-અર્થ-કામને બરાબર સાધવા.
(૧૯) અતિથિને તથા ગરીબને અન્નપાનાદિ આપવાં. (૨૦) આગ્રહ વિનાના રહેવું. કોઈનો પરાભવ કરવાનો વિચાર મનમાં ન લાવવો.
(૨૧) ગુણી પુરુષોનો પક્ષપાત-બહુમાન કરવું. (૨૨) રાજા અને લોકોએ જે દેશ-કાળનો નિષેધ કર્યો હોય ત્યાં ન જવું.
(૨૩) પોતાની જેટલી શક્તિ હોય તેટલું જ કામકાજ આરંભવું. (૨૪) પોષણ કરવા યોગ્ય એવા પોતાના પરિવારાદિનું સારી રીતે પોષણ કરવું.
(૨૫) વ્રતધારી-સંયમી એવા. જ્ઞાની પુરુષોની સેવા કરવી. (૨૬) દીર્ઘદર્શી થવું. કોઈપણ કાર્યનું પોતાને શું લાભ-નુકસાન થશે તે વિચારીને કાર્ય કરવું.
(૨૭) કૃતજ્ઞ થવું. આપણા ઉપર જેમણે ઉપકાર કે અપકાર કર્યો હોય તેના જાણકાર થવું. (૨૮) લજ્જાળુપણું. લાજમર્યાદાવાળા બનવું. (૨૯) દયાળુ થવું. દુઃખી માણસો ઉપર કરુણા રાખવી.
પ્રતિમણ સત્ર - ૨૩૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org