________________
મણિરથે યુગબાહુનું ખૂન કરાવ્યું, સગર્ભા એવી મદનરેખા નાસી છૂટી. જંગલમાં પુત્રને જન્મ આપ્યો. જે આગળ જતાં પ્રત્યેક. બુદ્ધ નમિરાજર્ષિ થયા. ત્યારબાદ મદનરેખાએ દીક્ષા લઈ આત્મકલ્યાણ
સાવ્યું.
(૫) દમયંતી
વિદર્ભ દેશના રાજા ભીમરાજાની પુત્રી અને નળરાજાની પત્ની હતી જેને જંગલમાં સૂતી મૂકીને નળરાજા ચાલ્યા ગયા હતા. અંતે બંને મળ્યાં. કથા પ્રસિદ્ધ છે. (૬) નર્મદાસુંદરી.
સહદેવની પુત્રી અને મહેશ્વરદત્તની સ્ત્રી, શીયળની રક્ષા માટે અનેક સંકટોનો સામનો કર્યો અત્તે શ્રી આર્યસુહસ્તિસૂરિ પાસે દીક્ષા લઈ આત્મકલ્યાણ સાધ્યું. () સીતાસતી.
વિદેહદેશના રાજા જનકરાજાની પુત્રી, શ્રી દશરથનંદન રામચંદ્રજીની પત્ની, પોતાના ઉપર રાવણ સંબંધી આવેલા કલંકને નિવારવા અગ્નિ પરીક્ષા કરી હતી. કથા પ્રસિદ્ધ છે. (૮) નન્દા (સુનદા).
શ્રેણિકરાજા કોઈ કારણસર માતા-પિતાથી રિસાઈને બેનાતટ નગરે ચાલ્યા ગયા હતા. ત્યાં ધનપતિ નામના શેઠની પુત્રી નંદાને પરણ્યા હતા. તેનાથી અભયકુમાર નામે પુત્ર ઉત્પન્ન થયો હતો, જે બુદ્ધિચાતુર્યમાં ઘણો જ પ્રસિદ્ધ હતો. નંદાને ઘણાં વર્ષો સુધી પતિનો વિયોગ રહ્યો છતાં શીયળ પાળવામાં અડગ રહી. તેથી સતી સ્ત્રીઓમાં તેની ગણના થઈ. (૯) ભદ્રા શેઠાણી
શાલિભદ્રની માતા, ગૌભદ્રશેઠની પત્ની, જૈનધર્મની પરમ અનુરાગિણી હતી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org