________________
પામી. કૌશાંબી આવ્યા પછી સૈનિકોએ વસુમતીને બજારમાં વેચવા માટે ઊભી રાખી. એક શેઠે વેચાતી લીધી અને તેનું નામ ચંદનબાળા પાડ્યું. આ ચંદનબાળા અતિશય રૂપવાન હતી. તેથી શેઠની પત્ની મૂલાને વહેમ પડ્યો કે તે દિવસે શેઠ એમની સાથે લગ્ન કરશે. એક વખત શેઠ બહારગામ ગયા ત્યારે મૂલાએ ચંદનબાળાના મસ્તકે મુંડન કરાવી, પગમાં બેડી નાખી ભોંયરામાં પૂરી, મૂલા પોતાના પિયર ચાલી ગઈ. ચંદનબાળાને ત્રણ દિવસના ઉપવાસ થયા. ચોથા દિવસે બહારગામથી શેઠ આવ્યા. ત્યારે તેમને ખબર પડી. ભોંયરું ખોલી ઘરમાં તૈયાર હતા તે અડદના બાકળા સૂપડામાં આપી તેને બારણા વચ્ચે બેસાડી પગની બેડી તોડવા લુહારને બોલાવવા ગયા. એવામાં ચંદનબાળા વિચારે છે કે મારે ત્રણ દિવસના ઉપવાસ છે. જો કોઈ મુનિ પધારે તો વહોરાવીને પારણું કરું. એવામાં દસ પ્રકારના અભિગ્રહવાળા પ્રભુ મહાવીર સ્વામી પધાર્યા. પરંતુ “આંખમાં આંસુ” એ એક અભિગ્રહ ન પુરાવાથી પ્રભુ પાછા વળ્યા. તેથી ચંદનબાળા રડી પડયા. અભિગ્રહ પુરાવાથી પ્રભુએ બાકળા વહોર્યા, પ્રભુએ પારણું કર્યું, આકાશમાં દેવદુંદુભિ વાગી, પંચદિવ્યો પ્રગટ થયાં, માથે સુંદર વાળ થયા. પગની બેડી તૂટીને સર્વત્ર દિવ્ય આભૂષણો થયાં. ચંદનબાળાનો જયજયકાર થયો. આખરે પ્રભુ મહાવીર પાસે દીક્ષા લીધી. કેવળજ્ઞાન પામી મોક્ષે ગયાં. (૩) મનોરમા
સુદર્શનશેઠની પત્ની, જેના શીયળના પ્રભાવે શૂળીનું સિંહાસન થયું હતું - આ સ્ત્રી પતિવ્રતા તથા અત્યન્ત ધર્મપ્રિય હતી. પતિ પત્ની ઘણાં જ ધર્મિષ્ઠ હતાં. (૪) મદનરેખા
મણિરથ રાજાના નાનાભાઈ “યુગબાહુ”ની અત્યન્ત સ્વરૂપવાન સુશીલ પત્ની હતી. તેના રૂપથી મોહિત થયેલા મણિરથે તેને ચલિત કરવા અનેક ઉપાયો કર્યા. પરંતુ મદનરેખા ચલિત ન થઈ. અત્તે
:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org