________________
(૦ સતી સ્ત્રીઓની કથા ) (૧) સુલતા
તેમના પતિનું નામ “નાગરથ” હતું તે શ્રેણિકના લશ્કરમાં મુખ્ય રથિક હતા. પ્રથમ તો તેમને કંઈ સંતાન ન હતું. પરંતુ ઉત્તમ ધર્મારાધનાથી પ્રસન્ન થયેલા દેવની સહાયતાથી બત્રીસ પુત્રો થયા હતા. શ્રેણિક રાજાના અંગરક્ષક બન્યા. શ્રેણિક રાજા સુજયેષ્ઠાનું હરણ કરવા ગયા ત્યારે વીરતાથી લડતાં પુત્રો મૃત્યુ પામ્યા. એક સાથે બત્રીસ પુત્રો મૃત્યુ પામવા છતાં સંસારની આવી જ પરિસ્થિતિ હોય છે એમ વિચારી સુલસાએ શોક ન કર્યો તેમજ પોતાના પતિને પણ શોકથી રોક્યા. સુલસા ભગવાન મહાવીરની પરમ શ્રાવિકા હતી. એક વખત ભગવાન મહાવીરે અંબડ પરિવ્રાજક સાથે ધર્મલાભ કહેવરાવ્યો. અંબડ પરિવ્રાજકને મનમાં થયું કે સુલસા એવી તે કેવી શ્રાવિકા ? કે જેને ભગવાન ધર્મલાભ કહેવરાવે ? તેથી પચીસમા તીર્થંકરની ઋદ્ધિ વિકુર્તી સુલસા શ્રાવિકાની પરીક્ષા કરી. પરંતુ સુલસા ધર્મથી જરાપણ ચલિત ન થઈ. તેથી તેને ઘેર જઈ પરિવ્રાજકે ભગવાનનો ધર્મલાભ કહ્યો તથા ધર્મની દઢતાની તેની પ્રશંસા કરી. સુલસા ઉત્તમ ધર્મારાધન કરી કરીને સ્વર્ગે ગઈ. ત્યાંથી મરીને આ જ ભરતક્ષેત્રમાં આવતી ચોવીસીમાં “નિર્મમ” નામે પંદરમા તીર્થંકર થશે. (૨) ચંદનબાળા
ચંપાપુરી નગરીમાં દધિવાહન રાજા અને ધારિણી રાણીની પુત્રી, તેનું પ્રથમ નામ વસુમતી. એક વખત કૌશાંબી નગરીના રાજા શતાનિકે ચંપાપુરી ઉપર ચડાઈ કરી, દધિવાહન ભય પામી નાસી છૂટ્યો. સૈનિકોએ તે નગરી લૂંટી, ધારિણી તથા વસુમતીને ઉપાડી, શીયળના રક્ષણાર્થે રસ્તામાં જ જીભ કચરીને ધારિણી મૃત્યુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org