________________
ભોજનમાં કયાંથી ? એવો તપસ્વી પ્રત્યે અહોભાવ લાવવાથી કર્મ ખપાવી આહાર વાપરતાં વાપરતાં કેવળજ્ઞાન પામ્યા. (૫૨) શય્યભવ સૂરિ
શ્રી પ્રભવસ્વામીને પટ્ટધર થયા. પ્રભવસ્વામી પછી જૈનશાસનનો તમામ ભાર તેમના માથે આવ્યો. અપૂર્વશાસન-સેવા કરી. તેમનો બાળ-પુત્ર મનક પણ તેમના પંથે વળ્યો, આયુષ્ય થોડું હોવાથી તેના આત્મહિત માટે શાસ્ત્રોમાંથી ઉદ્ધરીને શ્રી દશવૈકાલિક સૂત્ર બનાવ્યું. જેમાં સંપૂર્ણ સાધુતાની સમાચારી છે. સર્વે સાધુસંતો જેને પ્રથમ કંઠસ્થ કરે છે. (૫૩) મેઘકુમાર
શ્રેણિકરાજા, અને ધારિણી રાણીના પુત્ર, ઉચ્ચસંસ્કારવાળી આઠ કન્યાઓને એકી સાથે પરણ્યા હતા. એકદા પ્રભુ મહાવીરની ધર્મદેશના સાંભળી માતા-પિતા- સ્ત્રીવર્ગ આદિની સમ્મતિ લઈને દીક્ષા લીધી હતી. મેઘકુમાર નવદીક્ષિત હોવાથી રાત્રે ઊંઘવા માટેનો સંથારો લાઈનમાં બારણા પાસે છેલ્લો આવ્યો. રાત્રે માતરું કરવા જતાઆવતા સાધુઓના વારંવાર પગ અડવાથી સંથારામાં ધૂળ પડી તથા ઊંઘ આવી નહીં. મનમાં વિચાર કર્યો કે આ સાધુનો વેષ સવારે પ્રભુને પાછો સોંપી ઘેર ચાલ્યો જઈશ. સવારે બધા જ સાધુઓ સાથે મેઘકુમાર પણ પ્રભુને વંદન કરવા ગયા. સર્વજ્ઞ પ્રભુ મહાવીરે તેમણે કરેલું દુર્થાન જણાવી પ્રતિબોધ આપ્યો. તેમનો પૂર્વભવ કહ્યો. હાથીના ભવમાં સસલાને બચાવવા ત્રણ દિવસ સતત એક પગ ઊભો રાખી દયા પાળી હતી. તે જણાવતાં મેઘકુમારનું મન શાન્ત થયું. નિરતિચાર ચારિત્ર પાળી સ્વર્ગે ગયા. ત્યાંથી મહાવિદેહમાં ઉત્પન્ન થઈ મોક્ષે જશે.
પ્રતિકમણ મગ -
1
)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org