________________
વિશિષ્ટ અભ્યાસી, ત્યાગી, વૈરાગી અને અધ્યાત્મી હોવાથી ચોથા પદે વંદનીય બને છે. આચાર્ય
આત્મસાધના, જૈન-જૈનેતર શાસ્ત્રોનો અભ્યાસ તેમજ પઠનપાઠન કરાવતાં કરાવતાં જ્યારે આ સાધુ અને ઉપાધ્યાય પીઢ, અનુભવી, વિચક્ષણ, અને જૈન સમાજ પર પ્રભાવશાળી બને, પોતે આચારસંપન્ન અને બીજાને આચાર પમાડનાર બને, અત્તરથી શુદ્ધ, નિર્લેપ તથા અનાસક્ત બને ત્યારે ચતુર્વિધ શ્રીસંઘ તેઓને આચાર્ય પદ અર્પણ કરે છે. આ પદ સાંપડતાં તેઓ સંઘના અગ્રેસર, નાયક અને યથાર્થ માર્ગદર્શક બને છે.
આ આચાર્ય ભગવંત ૩૬ ગુણવાળા હોય છે. આમાં પાંચ ઇંદ્રિયોને સંવર કરનાર તથા નવ પ્રકારની બ્રહ્મચર્યની ગુપ્તિને ધારણ કરનાર તથા ચાર પ્રકારના કષાયથી મુક્ત એમ અઢાર ગુણો વડે યુક્ત હોય છે. વળી તે પાંચ મહાવ્રતોથી યુક્ત, પાંચ પ્રકારના આચાર પાળવામાં સમર્થ અને પાંચ સમિતિ તથા ત્રણ ગુપ્તિથી રક્ષિત હોય છે. આ પ્રમાણે કુલ ૩૬ ગુણવાળા હોય છે.
આ આચાર્ય મહારાજને ત્રીજા પદમાં વંદન કરવામાં આવે છે. ઉત્પત્તિક્રમની દૃષ્ટિએ પ્રથમ સાધુ, પછી ઉપાધ્યાય અને પછી આચાર્ય એમ ક્રમિક સોપાન છે. અને પૂજ્યતાની દૃષ્ટિએ અરિહંત સિદ્ધ પછી આચાર્ય-ઉપાધ્યાય-સાધુ એવો ક્રમ છે. એટલે અરિહંત સિદ્ધ પછી આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ આ ત્રણે ગુરુપદમાં છે. તેઓ જૈનશાસનનાં શાસ્ત્રોના સાચા મર્મને સમજનારા અને સમજાવનારા
૧ વિશિષ્ટ અભ્યાસી = વિશેષ અભ્યાસવાળા. ૨ પઠન-પાઠન = ભણવું અને ભણાવવું. ૩ પીઢ = ગંભીર, ઊંડી સમજવાળા. ૪ વિચક્ષણ = હોંશિયાર. ૫ આચારસંપન્નર સદાચારોથી ભરેલા. ૬ અનાસક્ત = આસક્તિ વિનાના. ૭ યથાર્થ માર્ગદર્શક = સાચો માર્ગ બતાવનાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org