________________
છે. હૃદયથી તેઓ તદન નિર્લેપ હોય છે. શિષ્ય-પરિવાર, સમાજ કે ભક્તવર્ગના પ્રતિબંધ વિનાના હોય છે. જેમાં માતા-પિતા કે ભાઈબહેનોનો સંબંધ મોહ ઉત્પન્ન કરનારો હોવાથી તેને ત્યજીને તેઓ ત્યાગી બન્યા છે તેમ તેઓ “આ અમારા ભક્તો છે,” “અમે એમના ગુરુ છીએ', “આ અમારો સમાજ છે” જેવી આસક્તિવાળા સંબંધો પણ મોહજનક હોવાથી તેને પણ છોડી દેનારા હોય છે. આચાર્ય તો નદીના વહેણની જેમ અત્યંત નિર્લેપભાવે વિચરનારા હોય છે.
ગુરુપદે બિરાજમાન આ ત્રણે મહાત્માઓ શ્રોતાવર્ગના ધન તરફ, વૈભવ તરફ, વસ્ત્ર તરફ તથા તેના ચળકાટ તરફ બિલકુલ જોનારા હોતા નથી. શ્રોતાવર્ગમાં જ્ઞાની, ધ્યાન, ચારિત્ર્યવાન, અને અધ્યાત્મી જીવો તરફ તેમની નજર હોય છે. તેઓને તારવું સુકર હોય છે. ગુણોને જ ધન માનનારા આ મહાત્માઓ ગુણો આપીને તે જગતને તારનારા હોવાથી ગુરુ કહેવાય છે. પાપનાશક નમસ્કાર
આ પ્રમાણે નવકારમંત્રનાં પ્રથમ પાંચ પદોમાં (૧) અરિહંત, (૨) સિદ્ધ, (૩) આચાર્ય, (૪) ઉપાધ્યાય, (૫) સાધુ – એમ પાંચ પરમેષ્ઠીને નમસ્કાર કરવામાં આવ્યા છે. આમાં પ્રથમ બે પદો દેવતત્ત્વદર્શક છે. અને પછીનાં ત્રણ પદો ગુરુતત્ત્વ દર્શાવનારાં છે.
આ પાંચે સંસારના ત્યાગી, વૈરાગી, અનાસક્ત, નિર્લેપ અને પાપો વિનાનાં છે. તેમજ પાપો ન કરવાનો જ ઉપદેશ આપનારાં છે. જગતના
જીવોને હિંસા-જૂઠ-ચોરી-અબ્રહ્મ વગેરે પાપોથી મુકાવનારાં છે. તે કારણે જ તેઓને કરેલો આ નમસ્કાર સર્વ પાપોનો નાશ ૧ પ્રતિબંધ = આસક્તિભાવ, મોહવાળો સંબંધ. ૨ મોહજનક = મોહને ઉત્પન્ન કરનારા. ૩ વહેણ = પાણીનું પૂર. ૪ નિર્લેપ ભાવે = મોહ વિનાના હૃદયથી. ૫ શ્રોતાવર્ગ = સાંભળનારો સમાજ. ૬ સુકર = સહેલાઈથી થઈ શકે છે. ૭ મહાત્માઓ = મહાન પુરુષો. ૮ અનાસક્ત = આસક્તિ વિનાનું. ૮ અબ્રહ્મ મૈથુન, સ્ત્રી-પુરુષની સંસારક્રીડા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org