________________
ક્ષમા ધારણ કરે ચિત્ત નિર્મલ રાખે વસ્ત્ર વગેરેની શુદ્ધ પડિલેહણા કરે સંયમમાં રહે (અવિવેકનો ત્યાગ-પ્રેક્ષા-ઉપેક્ષાદિ સંયમ) પરીષહો સહન કરે. ઉપસર્ગો સહન કરે
ઉપાધ્યાય - આ દીક્ષિત થયેલા સાધુસંતો જૈન-જૈનેતર શાસ્ત્રોનો અભ્યાસ કરતાં કરતાં ઘણા જ્ઞાની બને, અનુભવી બને, શાસ્ત્રોના અર્થોમાં કુશળ બને, બીજાને ભણાવી શકે તેવા બને, ત્યારે તેઓને ઉપાધ્યાય બનાવવામાં આવે છે. ઉપાધ્યાય એ એક પદાધિકાર છે, જેનાથી તેઓ ખાસ શિષ્યોને ભણાવવાનું કાર્ય કરે છે. તેમના ૨૫ ગુણો છે. ૧૧ અંગ ૧૨ ઉપાંગ ૧ ચરણસિત્તરી અને ૧ કરણસિત્તરી એમ ૨૫ શસ્ત્રોને ભણે અને ભણાવે તે ૨૫ ગુણો ઉપાધ્યાયના છે.
“ઉપ” એટલે પાસે, અધ્યાય એટલે ભણવું, જેમની પાસે ખાસ ભણાવવાનું કાર્ય હોય, તેઓને ઉપાધ્યાય કહેવાય છે. તેઓના પચ્ચીસ ગુણોનું વર્ણન શાસ્ત્રમાં મળે છે. તેઓ ગચ્છની સારસંભાળ લેવાના કાર્યમાં આચાર્ય ભગવંતને મદદ કરે છે તથા સાધુઓને સૂત્ર - સિદ્ધાંતનું પદ્ધતિસર શિક્ષણ આપે છે. આથી તેઓનું કાર્ય ઘણું મહત્ત્વનું છે. શ્રમણ સંઘનું તેઓ મહત્ત્વનું અંગ ગણાય છે. તેઓ સાધુ કરતાં
૧ જૈનેતર = જૈનોથી જુદા - બીજા.
૨ પદાધિકાર = ઊંચા પ્રકારનો એક હોદો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org