________________
સાધુપદ
પ્રશ્ન : દીક્ષા એટલે શું ? સાધુ એટલે શું ?
ઉત્તર : દીક્ષા શબ્દમાં ટ્રા અને ક્ષ ધાતુ છે. બંને ધાતુના સ્વરોનો બદલો થયો છે, તેથી દીક્ષા શબ્દ બન્યો છે. દાન અને ક્ષય એમ બે પ્રક્રિયા જેમાં હોય તે દીક્ષા કહેવાય છે. આ સંસારમાં ઘર, પૈસા, મિલકત, વસ્ત્ર, પાત્ર, અલંકાર વગેરે જે કંઈ પૌલિક ભોગસુખોનાં સાધનો હતાં, તે તમામનું દાન કરવું અર્થાત્ ત્યાગ કરવો, આત્માની સાથે એકમેક બનેલું જે શરીર અને કર્મ છે તે બંનેને બાળીને ઓગાળીને ક્ષય કરવો. આમ દાન અને ક્ષય એમ બે ક્રિયા જેમાં હોય તે દીક્ષા કહેવાય છે.
આવી સાંસારિક તમામ ભોગસુખોના ત્યાગવાળી દીક્ષા જૈનમાર્ગમાં જોવા મળે છે. આમ જૈન સાધુ-સાધ્વી સાંસારિક તમામ પૌદ્ગલિક ભોગસાધનોથી દૂર રહેનારા છો, તેઓ અપેક્ષા વિનાના છે. અત્યન્ત નિર્લેપ છે. શરીર-સંરક્ષણ પૂરતા આહાર, વસ્ત્ર, પાત્ર લે છે અને તે પણ નિર્મમત્વભાવે. આથી તેઓ સાચા વૈરાગી અને આત્માના સાધક બની શકે છે. આત્માની સાચી સાધના કરે તે સાધુ કહેવાય છે. આવા સાધુપદને પાંચમા પદમાં નમસ્કાર કર્યા છે.
સામાન્ય રીતે સાધુના નીચે મુજબ ૨૭ ગુણો ગણાવ્યા છે : પાંચ મહાવ્રતો રાત્રી-ભોજન ત્યાગ છકાયના જીવોની રક્ષા પાંચ ઇન્દ્રિયો પર સંયમ ત્રણ ગુપ્તિ
લોભ રાખે નહીં ૧ પૌલિક =જડ-અજીવ વસ્તુઓનાં ૨ ભોગસુખોના=સાંસારિક સુખોના. ૩ સંરક્ષણ = સાચવવા પૂરતું જ. ૪ નિર્મમત્વભાવે = મમતા વિનાના ભાવે.
૧૪ જેને તવકાસ )
૪
-
ર
)
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org