________________
સભામાં અનેક આત્માઓ આ અસાર સંસાર છોડીને સાધુ-સાધ્વી બને છે. તેઓમાં સૌથી શ્રેષ્ઠ અને વધુ જ્ઞાની આત્માઓ હોય છે, તેઓને ગણધર કહેવાય છે.
આવા ગણધર ભગવાનની ધર્મદેશનાને શાસ્ત્રરૂપે સંકલિત કરે છે. જેમ ભૂમિ પર છૂટાં છૂટાં વેરાયેલા પુષ્પોને વીણીને માળી સુંદર હાર રચે છે, તેમ ગણધરભગવન્તો ભગવાનની વાણીને શાસ્ત્ર સ્વરૂપે રચે છે. આને દ્વાદશાંગી કહેવાય છે. તેમાં આચારાંગ વગેરે બાર અંગ હોય છે. માટે તેને દ્વાદશાંગી કહેવાય છે. તેમાંથી બારમું અંગ જેનું નામ દૃષ્ટિવાદસૂત્ર છે તે હાલ વિચ્છેદ ગયેલું છે. બાકીનાં ૧૧ અંગો મળે છે.
આ દ્વાદશાંગી તથા તેના ઉપર રચાયેલાં બીજાં વિવિધ શાસ્ત્રો જેઓ ભણે છે. જેઓ આ સંસારના સંપૂર્ણ ત્યાગી અને વૈરાગી છે, તેમજ બીજાને ભણાવે છે, વળી શાસ્ત્રાનુસાર જે ધર્મદેશના આપે છે તેઓ ગુરુ કહેવાય. ગુરુ શબ્દનો અર્થ એવો છે કે ગૃહપતિ હિતમ્ એટલે કે જે શિષ્યોને હિત સમજાવે.
આ ગુરુપદમાં આવનારા આત્માઓ પહેલાં પોતે બીજા ગુરુઓ પાસે ધર્મોપદેશ સાંભળીને સંસારનો રાગ ત્યજનારા બને છે, વૈરાગી બને છે. પછી સંજોગો સાનુકૂળ થતાં ઘરસંસાર છોડી દીક્ષા ગ્રહણ કરી સાધુ બને છે. પછી શાસ્ત્રોના અભ્યાસમાં લીન બની પોતાના આત્માને વધુ વૈરાગી-અધ્યાત્મી બનાવી પોતાને સાચા સાધક બનાવે છે.
૧ ગણધર = ગચ્છના નાયક. ૨ સંકલિત = ભેગું કરવું, ગૂંથવું. ૩ દ્વાદશાંગી = બાર અંગો. ૪ વિચ્છેદ = નાશ પામેલું. ૫ સંપૂર્ણ = પૂરેપૂરા. ૬ વૈરાગી = સંસાર ઉપરના રાગ વિનાના. ૭ અધ્યાત્મી = આત્માના જ લક્ષ્યવાળા. ૮ સાધક = આત્માની સાધના કરનારા.
તેલ સત્ર સાફ કરો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org