________________
એક ઉદાહરણથી આનો વિચાર કરીએ. તમે એક સુંદર વૃક્ષ ઊગેલું જુઓ છો. આ વૃક્ષ કઈ રીતે બન્યું, તેનો વિચાર કરીએ. આ વૃક્ષમાં ઉત્પન્ન થનારા વનસ્પતિકાય જીવોએ આવું સુંદર વૃક્ષાત્મક શરીર બનાવ્યું છે. વરસાદ પડ્યો તો તે અપૂકાયના જીવોએ પાણીમય શરીર બનાવ્યું છે. પ્રકાશ થયો તો તે અગ્નિકાય જીવોએ પોતાનું શરીર બનાવ્યું છે. એમ સર્વત્ર સંસારી જીવોએ પોતાનું સર્જેલું સ્વરૂપ છે. આમાં કશું ઈશ્વરે સર્જેલું નથી. ઈશ્વર પરમાત્મા) અશરીરી હોવાથી અને મોહરહિત હોવાથી અકર્તા છે.
વળી જો પરમાત્મા આ સંસાર સર્જનાર હોય, તો તે પરમાત્મામાં દયા હોવાથી દયાળુ છે અને સ્વતંત્ર છે. આવા દયાળુ અને સ્વતંત્ર એવા કર્તા કોઈ જીવને અત્યંત સુખી અને કોઈ જીવને ખૂબ દુઃખી બનાવે ખરા? કોઈને રાજા અને કોઇને રંક કેમ બનાવે ? કોઇને રૂપવાન અને કોઇને વિકલાંગ શા માટે બનાવે ? માટે આ જગત ઇશ્વરકક નથી.
અરિહંત અને સિદ્ધ આ બે પ્રકારના થયેલા અનંતા પરમાત્માઓને હું ભાવથી નમસ્કાર કરું છું. તેઓ ધર્મોપદેશ આપીને જયારે મોક્ષે જાય છે, ત્યારે તેઓની ગેરહાજરીમાં તેઓનો ધર્મોપદેશ ગુરુભગવન્તો જગતના જીવોને પહોંચાડે છે, માટે તે અરિહંત અને સિદ્ધ પરમાત્મા પછી ત્રીજા, ચોથા અને પાંચમા પદમાં બિરાજમાન ગુરુભગવન્તોને નમસ્કાર કરવામાં આવ્યા છે.
ગુરુતત્વ
અરિહંત ભગવન્તો કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને પ્રથમ ધર્મદેશના (ધર્મઉપદેશ) આપે છે ત્યારે તેમની ભવ્ય વાણી સાંભળીને તે જ
૧ સર્જેલું = બનાવેલું. ૨ અકર્તા = કર્તા નહીં તે. ૩ રંક = ગરીબ. ૪ વિકલાંગ = ખોડખાંપણવાળો. ૫ ઇશ્વરકર્તૃક = ઇશ્વર-કર્તાવાળું, ઇશ્વરે સર્જેલું. ૬ ભવ્ય વાણી = ઉત્તમ વાણી.
૧ર - જેન તત્તપ્રકાશ –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org