________________
- ઉપદેશ આપનાર તો અરિહંત ભગવન્તો જ છે, માટે મૂળ ઉપકારી" હોવાથી અરિહંત ભગવન્તોને પ્રથમ નમસ્કાર કર્યા છે. જેમ પહેલી ચોપડી ભણનારા બાળકને ભણાવનાર શિક્ષક-શિક્ષિકાનો અભ્યાસ માત્ર સાત ચોપડીનો જ હોય છે. પછી પહેલી ચોપડી ભણતો તે બાળક આગળ વધુ ભણીને કૉલેજ ગયા બાદ ગ્રેજ્યુએટ બને છે, આમ છતાં સાત-આઠ ચોપડી ભણેલા અને પોતાને ભણાવનારા તે પ્રાથમિક શાળાના શિક્ષકશિક્ષિકાને નમસ્કાર કરે છે, માન આપે છે. તેમ અરિહંત ભગવંતો ઉપકારી હોવાથી પ્રથમ વંદનીય છે.
આ અરિહંત અને સિદ્ધ થનારા પરમાત્માઓ આપણી જેમ પહેલાં તો સંસારમાં ભ્રમણ કરતા હતા, તેઓ પણ જન્મ, જરા અને મરણમાં બંધાયેલા જ હતા. અનેક ભવોમાં ભ્રમણ કરતા હતા, પરંતુ પોતાની ભવિતવ્યતા પાકવાથી તેવા પ્રકારનાં શુભનિમિત્તો મળવાથી અને સારો પુરુષાર્થ કરવાથી આત્મા ધર્માભિમુખ બન્યા અને સુંદર ધર્મ-આરાધના કરી મનુષ્યભવ પામીને સર્વકર્મોનો ક્ષય કરી પછી મોક્ષે ગયા છે. ઇશ્વર જગત્કર્તા નથી
આ પરમાત્માઓ જ્યારે કેવળજ્ઞાન પામે છે, ત્યારે ત્યારે સંસારી જીવોને ધર્મનો ઉપદેશ આપીને સંસારનું સ્વરૂપ બતાવે છે. આ પરમાત્માઓ સંસારનું સ્વરૂપ બતાવનારા છે, પરંતુ સંસારને બનાવનારા નથી. આ સંસાર અનાદિકાળનો સ્વયં છે જ. તેનો કોઈ કર્તા નથી. જે કંઈ રૂપાન્તરો થાય છે તે તેમાં ઉત્પન્ન થનારા જીવોએ કરેલાં છે.
૧ ઉપકારી = ઉપકાર કરનારા. ર વંદનીય = વંદન કરવાને લાયક. ૩ અનેક = ઘણા ભવોમાં. ૪ ભવિતવ્યતા = ભાવિમાં સારું થવાનો કાળ. ૫ પુરુષાર્થ = પ્રયત્ન-મહેનત. ૬ ધર્માભિમુખ = ધર્મ તરફ વળવું તે. ૭ રૂપાન્તરી = એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં આવવું તે.
પ્રતિક્રમણ સૂત્ર - ૧૧
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org