________________
“તિવિહે દુપ્પણિહાણે, અણવટ્ઠાણે તહા સઈ વિહૂણે । સામાઈચ વિતહકએ, પઢમે સિફખાવએ નિંદે II ૨૭ II
આ ગાથામાં નવમું વ્રત, એટલે કે પહેલું શિક્ષાવ્રત જે ‘સામાયિક વ્રત’” તેના પાંચ અતિચારો કહે છે. બે ઘડી અર્થાત્ ૪૮ મિનિટ સુધી સંસારવ્યવહાર ત્યજી સાધુના જેવું બાહ્યજીવન, અને સમભાવવાળું આંતરિક જીવન સ્વીકારવું તે સમય દરમ્યાન ગમે તેવા ઇષ્ટ સંજોગો મળે તો પણ રાજી ન થવું, અને ગમે તેવા અનિષ્ટ સંજોગો આવી મળે તો પણ નારાજ ન થવું. તે સામાયિક વ્રત છે. આ વ્રત સ્વીકાર્યા પછી સામાયિકના કાળમાં નીચેના પાંચ અતિચારો ત્યજવા જોઈએ.
(૧) મનદુપ્રણિદાન = મનમાં માઠા વિચારો કરવા, (૨) વચનદુપ્રણિધાન = દુષ્ટ વચનો બોલવાં, (૩) કાયદુપ્રણિધાન = કાયાથી કુચેષ્ટા કરી હોય.
એમ મન-વચન તથા કાયાનો દુષ્ટ ઉપયોગ કર્યો હોય, (૪) અનવસ્થાન = અવિનયપણે સામાયિકમાં બેઠા હોઈએ, લાંબા પગ કરીને, સ્થાપનાચાર્યાદિથી ઊંચા આસને, પગ ઉપર પગ ચડાવી બેઠા હોઈએ,
(૫) સ્મૃતિ અન્તર્ધાન = સામાયિકનો ધારેલો ટાઇમ ભૂલી ગયા હોઈએ. વહેલું-મોડું પળાયું હોય. આ પ્રમાણે કોઈ પણ રીતે સામાયિક વ્રતને વિપરીત કર્યું હોય, અર્થાત્ દોષિત કર્યું હોય તો તે સંબંધી સઘળાં પાપોની પહેલા શિક્ષાવ્રતને વિષે હું નિંદા કરું છું. ॥ ૨૭ II “આણવણે પેસવણે, સદે રૂપે અ પુગ્ગલખેવે । દેસાવગાસિઅંમિ, બીએ સિફખાવએ નિંદે ॥ ૨૮ ॥
C
આ ગાથામાં ‘દેશાવગાસિક'' નામના દસમા વ્રતના અર્થાત્ બીજા શિક્ષાવ્રતના પાંચ અતિચારોનું વર્ણન છે. દેસાવગાસિવ્રતનો કંઈક અર્થ, આપણે વિચારીએ. હાલ આખા દિવસ દરમ્યાન ૮-૧૦સામાયિક કરવાં, અથવા બે પ્રતિક્રમણ સાથે ૧૨ સામાયિક કરવાં તેને દેશાવગાસિક
પતિ પર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org