________________
માનવાનો વ્યવહાર છે. પરંતુ જો આજ અર્થ બરાબર હોય તો આ ગાથામાં કહેલા અતિચારો તેમાં સંગત થતા નથી. કારણ કે સામાયિક માત્ર કરવામાં નિયમિતભૂમિ ધારવાની વાત આવતી જ નથી કે તે નિયમિતભૂમિ કરતાં બહારથી કંઈ લાવતાં અને મોકલતાં અતિચાર લાગે. માટે દેશાવગાસિકનો અર્થ સામાયિક માત્ર કરવાં તે નથી. પરંતુ કંઈક બીજો
“એક દિવસ પૂરતી પણ ભૂમિ અત્યંત સંક્ષેપવી.” આજનો દિવસ ઘરની બહાર ભૂમિનો ઉપયોગ કરવો નહિ, અથવા પોળની બહારની ભૂમિનો ઉપયોગ કરવો નહિ ઈત્યાદિ રીતે ભૂમિનો અત્યંત સંક્ષેપ તે દેસાવગાસિક વ્રત છે. આ વ્રત લીધા પછી ગામમાં કે બીજા ગામમાં ટેલિફોન થાય નહિ, ટપાલ લખાય નહિ, બહારથી આવેલા ટેલિફોનો લેવાય નહિ, બહારથી આવેલી ટપાલો વંચાય નહિ, અર્થાત્ ઘર કે પોળ સંબંધી ભૂમિ સિવાઈની બહારની કોઈ પણ ભૂમિની વસ્તુઓ કે વ્યક્તિઓ સાથે વ્યવહાર થાય નહિ. આ સાચું યથાર્થ “દેશાવગાસિક” વ્રત છે. પરંતુ અનાદિની મોહની વાસનાના જોરે જીવ ભૂમિની નિયમિત ધારણા કર્યા પછી આવા દોષો ઉતાવળી પ્રકૃતિથી સેવે નહિ, એટલા માટે દિવસ દરમ્યાન સામાયિકો જ કરવી. જેથી જેમ કાંટાની વાડ વડે ખેતરનું ધાન્ય સુરક્ષિત રહે છે તેમ આ સામાયિકો વડે ધારેલો ભૂમિનો નિયમ સચવાય છે. માટે સામાયિક કરવાનો વ્યવહાર ચાલે છે. પરંતુ આવા સૂક્ષ્મજ્ઞાનના અભાવે આપણે સામાયિકને જ દસમું વ્રત માની લીધું છે અને ભૂમિ ધારવાનો મૂલ વ્યવહાર ભૂલી ગયા છીએ જે સુધારવું ખાસ જરૂરી છે.
દેશાવગાસિક વ્રતમાં તે દિવસ પૂરતી જેટલી ભૂમિનો ઉપયોગ કરવાની ધારણા કરી હોય તેના કરતાં (૧) આનયનપ્રયોગ = બહારની ભૂમિથી કંઈ પણ વસ્તુ મંગાવી હોય, (૨) પ્રેસવણપ્રયોગ = બહારની ભૂમિમાં કંઈ પણ વસ્તુ મોકલાવી હોય, (૩) શબ્દાનુપાત = ધારેલી ૧ ઉતાવળી પ્રકૃત્તિ = ઉતાવળિયો સ્વભાવ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org