________________
લગાવ્યો હોય, (૪) વિલેપન = કેશર-ચંદન-તેલ-અત્તર વગેરેથી શરીરે વિલેપન કર્યું હોય, (૫) ટીવી,વીડીયો, રેડિયો તથા વાજિંત્રાદિના શબ્દોને રસપૂર્વક સાંભળ્યા હોય, (૬) ધારી ધારીને રૂપનિરખ્યું હોય, (૭) ખારાખાટા-મીઠા-સ્વાદોમાણ્યા હોય, (૮) અનેક જાતના સુગંધી પદાર્થો સૂધ્યા હોય, (૯) મનગમતાં મનમોહક ભપકાદાર વસ્ત્રો, આસનો અને અલંકારો પહેર્યો હોય. આવા અનેક પ્રકારના અનર્થદંડોમાં લાગેલા અતિચારોના દિવસસંબંધી પાપોની હું ક્ષમા માગું છું. ગાથા ૨૪૨૫મીમાં બિનજરૂરી અનર્થદંડોનો ઉલ્લેખ કરીને તેનો ત્યાગ કરવાની આપણને શીખ આપે છે. અને હવે આ વ્રતના પાંચ અતિચારો જણાવે છે. તે ૨૫ /
“કંદખે કુકકુઈએ, મોહરિ અહિગરણ ભોગ-આઈરિક્તા દંડામિ આણઠાએ, તઈચંમિ ગુણવએ નિદે II ૨૬ II (૧) કંદર્પ = કામવિકાર-વાસના વધે તેવી વાતો કરવી,
(૨) કૌકુચ્ય = કામવાસના ઉત્પન્ન થાય તેવા હાથ-પગ-મુખ અને આંખ વગેરેથી ઈશારાઓ કરવા.
(૩) મોહરિ = વાચાળતાથી અઘટિત વચન બોલવું તે. અથવા મુખની ચેષ્ટાઓ કરવાપૂર્વક હાસ્યાદિકથી જેમતેમ બોલવું તે.
(૪) અધિકરણ = પોતાની જરૂરિયાત કરતાં વધારે શસ્ત્રો (છરીચપ્પાં, કાતર, તરવાર, બંદૂક, વગેરે) ઘરમાં રાખવાં.
(૫) ભોગાતિરિક્ત = ઉપભોગ અને પરિભોગમાં વપરાતી ચીજો ખપ કરતાં વધારે તૈયાર કરવી તે.
આ પ્રમાણે અનર્થદંડ વિરમણવ્રત નામના ત્રીજા ગુણવ્રતને વિષે ઉપરોક્ત જે અતિચાર લગાડ્યા હોય તે દિવસ સંબંધી સર્વ પાપોની હું નિંદા કરું છું. ! ૨૬ II
૧ મનમોહક = મનને મોહ પમાડે તેવું. ૨ ભપકાદાર = દેખાવડાં, શોભાકારી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org