________________
(૨૩) અમૃતવેલી, (૨૪) મૂળા, (૨૫) ભૂમિફોડા, (૨૬) નવા અંકુરા, (૨૭) વથુલાની ભાજી, (૨૮) સુવેરવેલ, (૨૯) પાલખની ભાજી, (૩૦) કૂણી આંબલી, (૩૧) રતાળું, (૩૨) પીંડાળું . ૨૩ |
“સસ્થગ્નિમુસલ-જંતગ, તણકઠે મંત-મૂલ-ભેસાજે ! દિન્ને દવાવિએ વા, પડિક્કમે દેસિ સર્ષે | ૨૪ II
આઠમું વ્રત અર્થાત્ ત્રીજું ગુણવ્રત “અનર્થદંડવિરમણવ્રત” લીધા પછી બિનજરૂરી ચીજો જેમકે શસ્ત્ર, અગ્નિ, સાંબેલું, ઘંટી, ઘેટુડો, ઘાસ, કાષ્ઠ સાપને ખીલવવાનો મંત્ર, જડીબુટ્ટી અને ઔષધ વગેરે જરૂરિયાત વિનાની ચીજો આપી હોય અથવા અપાવી હોય તે સંબંધી દિવસ સંબંધી લાગેલાં પાપોનું પ્રતિક્રમણ કરું છું. તે ૨૪ II
આ ગાથામાં શસ્ત્ર-અગ્નિ-સાંબેલું વગેરે કેટલીક જ ચીજોનો ઉલ્લેખ કરેલ છે. તો પણ તેને અનુસારે બીજી પણ આવી કોઈ પણ બિનજરૂરી ચીજો આપવા-અપાવવાથી નિરર્થક હિંસાદિ દોષોનું જ ઉત્તેજન થાય છે. માટે તે ત્યજી દેવું જોઈએ. I ૨૪
વ્હાણુ-વણ-વજ્ઞગ, વિલેણે-સહ-વ-રસ-ગંધે ! વત્થાસણ-આભરણે, પડિકમે દેસિ સબ્ધ II ૨૫ II
અનર્થદંડ વિરમણવ્રત” નામનું આઠમું વ્રત ગ્રહણ કરીને જરૂરિયાત વિનાનું પ્રમાદવાળું આચરણ આચરવું જોઈએ નહિ, તે સંબંધી બીજી પણ કેટલીક હકીકતો આ ગાથામાં ગ્રંથકારશ્રી જણાવે છે:
(૧) સ્નાન = અળગણ પાણીએ, અથવા અપરિમિતિ પાણીએ સ્નાન કર્યું હોય તથા તળાવ-નદી-સમુદ્રાદિ સ્થાનોમાં બહોળા પાણીથી સ્નાન કર્યું હોય, તથા નળ નીચે પણ અગણિત પાણીથી સ્નાન કર્યું હોય તે. (૨) ઉદ્વર્તન = પીઠી ચોળી હોય, મેલ ઉતાર્યો હોય, (૩) વર્ણક = અબીલ-ગુલાલ તથા તેવા પ્રકારના શૃંગારવર્ધક રંગોથી શરીરે રંગ
૧ અપરિમિત = જેનું કોઈ માપ ન હોય તે. ૨ શૃંગારવર્ધક = શણગાર શોભા વધારનાર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org