________________
આવાં કારખાનાં કરવાં તે.
(૧૨) નિર્લાઇનકર્મ = ઊંટ-બળદ-છોકરાં-છોકરીઓનાં નાકકાન વીંધવાં અંગો છેદવાં તે.
(૧૩) દવદાહકર્મ= જંગલ, ઘર ચોક વગેરેમાં આગ લગાડવી તે.
(૧૪) સરદહતલાયસોસ = સરોવર, દ્રહ-અને તળાવ વગેરેને શોષવાં, ખાલી કરવાં-કરાવવાં તે.
(૧૫) અસતિપોષણ = કૂતરાં-બિલાડાં વગેરે હિંસક પ્રાણીઓ તથા દુરાચારી સ્ત્રી-પુરુષ, આદિ જીવોનું પોષણ કરવું તે.
આ પ્રમાણે પસાવદ્યકર્મ, પવાણિજ્ય,અને પસામાન્યકર્મ મળીને કુલ ૧૫ કર્માદાન કહેવાય છે. તથા સાતમા વ્રતના ૫ અતિચાર પ્રથમ કહ્યા છે. તથા આ સાતમું વ્રત ધારણ કરનાર શ્રાવક-શ્રાવિકાઓએ ૨૨ અભક્ષ્ય અને ૩૨ અનંતકાય છોડી દેવા જોઈએ. જે વધુ જીવહિંસાદિના કારણે ખાવા માટે અયોગ્ય હોય તે અભક્ષ્ય કહેવાય છે. તથા જેમાં અનંતા જીવો છે તે અનંતકાય કહેવાય છે. તેનાં નામો આ પ્રમાણે છે. પ્રથમ ૨૨ અભક્ષ્ય આ પ્રમાણે છે :
(૧) મધ, (૨) મદિરા, (૩) માખણ, (૪) માંસ, (૫) ઉંબરાનાં ફળ, (૬) વડના ટેટા, (૭) કોઠીંબડાં, (૮) પીપળાની પીપડી, (૯) પીપળાના ટેટા, (૧૦) બરફ, (૧૧) અફીણ વગેરે ઝેર, (૧૨) બોળ અથાણું, (૧૭) દ્વિદળ, (૧૮) રીંગણાં, (૧૯) અજાણ્યાં ફળ, (૨૦) તુચ્છફળ, (૨૧) ચલિતરસ, (૨૨) અનંતક.
૩૨ અનંતકાયનાં નામો આ પ્રમાણે છે: (૧) સૂરણ, (૨) લસણ, (૩) લીલી હળદર, (૪) બટાટા, (૫) લીલો કચુરો, (૬) શતાવરી, (૭) હીરલી કંદ, (૮) કુંવર, (૯) થોર, (૧૦) ગળો, (૧૧) સક્કરીયાં, (૧૨) વંશકારેલાં, (૧૩) ગાજર, (૧૪) લુણી, (૧૫) લોઢી, (૧૬)ગિરિકર્ણિકા, (૧૭) કુમળાં પાંદડાં, (૧૮) ખરસૈયો, (૧૯) થેકની ભાજી, (૨૦) લીલીમોથ, (૨૧) લુલીના ઝાડની મોથ, (૨૨) ખીલોડાં,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org