________________
યુગલિકમનુષ્યો જન્મે છે. તેને અકર્મભૂમિ કહેવાય છે. પાંચ ભરતક્ષેત્રમાં તથા પાંચ ઐરાવત ક્ષેત્રમાં એકેક જિનેશ્વર પ્રભુ હોય છે. અને મહાવિદેહ ક્ષેત્રમાં ભારત જેવા બત્રીસ-બત્રીસ ખંડો હોવાથી બત્રીસ-બત્રીસ તીર્થંકર પરમાત્મા થાય છે. એમ પાંચ મહાવિદેહમાં ૩૨*૫=૧૬૦ તથા ભરતના ૫, ઐરાવતના ૫, એમ કુલ ૧૭૦ તીર્થકર ભગવંતો વધુમાં વધુ વિચરતા આ ભૂમિ ઉપર હોય છે. જ્યારે આ ભરતક્ષેત્રમાં અજિતનાથ ભગવાન હતા ત્યારે સર્વ ક્ષેત્રોમાં તીર્થંકર પ્રભુ હતા એટલે ૧૭૦ તીર્થકર ભગવાન ઉત્કૃષ્ટથી હોય છે. તેમના કાળે તીર્થંકર ન થયેલા પરંતુ મોહનીય કર્મને તોડી કેવળજ્ઞાન પામેલા સામાન્ય કેવળજ્ઞાની પુરુષો વધુમાં વધુ નવ ક્રોડ હોય છે. આ તીર્થંકર ભગવન્તો તથા સામાન્ય કેવલજ્ઞાની પુરુષો પહેલા સંઘયણવાળા હોય છે. સંઘયણ એટલે હાડકાનો બાંધો હાડકાંની રચના હાડકાંની મજબૂતાઈ વગેરે. પહેલા સંઘયણનું નામ વજ ઋષભનારાજ છે. શરીરની અત્યન્ત મજબૂતાઈ કે જે ગમે તેવા ઉપસર્ગો-પરિષદોમાં પણ ચલાયમાન ન થાય. આવા પ્રથમ સંઘયણવાળા ઉત્કૃષ્ટ ૧૭૦ તીર્થંકર પરમાત્મા, અને ૯ ક્રોડ કેવળજ્ઞાની ભગવન્તોને હું નિત્યપ્રભાતે ઉઠીને નમસ્કાર કરું છું તથા તેઓના કાળમાં સાધુપણામાં વિચરતા મુનિભગવન્તો વધુમાં વધુ નવહજાર ક્રોડ અઢી દ્વીપમાં મળીને હોય છે તેઓને પણ હું નિત્યનમસ્કાર કરું છું. ત્રણેની આ ઉત્કૃષ્ટસંખ્યા છે. તે મહાપુરુષોને અમારા નમસ્કાર હોજો.
હવે ઓછામાં ઓછા=જઘન્યથી કેટલા તીર્થંકરાદિ હોય છે તે જણાવે છે. અઢીદ્વીપના પાંચ મહાવિદેહ ક્ષેત્રોમાં એકેક મહાવિદેહમાં
૧ યુગલિક મનુષ્યો = જોડકે જન્મ, પુત્ર-પુત્રી બે સાથે જન્મે છે. ૨ અકર્મભૂમિ =
જ્યાં અસિ, મસિ અને કૃષિનો વ્યવહાર ન હોય તે. ૩ ઉપસર્ગ = દેવ-માનવ-તિર્યંચ સર્જિત મુશ્કેલીઓ. ૪ પરિષહ = કુદરતી આવેલી મુશ્કેલીઓ. ૫ અઢી દ્વીપમાં = જંબુદ્વીપ ૧, ધાતકીખંડ ૨, પુષ્કરવર દ્વીપ અર્ધા એમ કુલ અઢી દ્વીપ.
**
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org