________________
તથા દુઃખ અને પાપોનો નાશ કરનારા બીજા પણ જે કોઈ પ્રસિદ્ધ ક્ષેત્રોમાં દિશા-વિદિશામાં અતીત અનામત વર્તમાન કાળમાં તીર્થકર ભગવન્તો હોય તે સર્વને હું પ્રણામ કરું છું. સત્તાણવઇ સહરસા, લખ છપ્પન્ન અઠકોડિઓ | બત્તીસર બાસિઆઇ, તિઅલોએ ચેઇએ વંદે | ૪ પનારસ કોડિ સચાઇ, કોડ બાયાલ લખ અડવન્ના | છત્તીસ સહસ અસિઇ, સાસય લિંબાઇ પણમામિ | ૫ II
- શબ્દાર્થ :૧ સત્તાણવઇ સહસ્સા સત્તાણું હજાર ૨ લખ્યા છપ્પન્ન = છપ્પન્ન લાખ ૩ અઠકોડિઓ = આઠ ક્રોડ ૪ બત્તીસય બાસિઆઈ
=બત્રીસો વ્યાશી ૫ તિઅલોએ ત્રણે લોકમાં ૬ ચેઈએ વંદે મૈત્યોને વંદન કરું છું ૭ પનરસકોડિસયાઈ=પંદરસો ક્રોડ ૮ કોડિ બાયાલ = બેતાલીશ ક્રોડ ૯ લમ્બ અડવત્રા = અઠ્ઠાવન લાખ ૧૦ છત્તીસ સહસ અસિઈ
= છત્રીસ હજાર અને એંશી ૧૧ સાસય બિંબાઈ=શાશ્વત પ્રતિમાને ૧૨ પણમામિ =હું પ્રણામ
કરું છું આ બન્ને ગાથાઓમાં ઊર્ધ્વલોક-અપોલોક અને તિલોકમાં મળીને કુલ જેટલાં શાશ્વત મંદિરો-જિનાલય-દેરાસરો છે. તથા તેમાં જેટલી શાશ્વતી ભગવાનની મૂર્તિઓ છે તે બન્નેની સંખ્યા જણાવી તેમને નમસ્કાર કરેલા છે. ત્રણે લોકમાં થઈને વધુમાં વધુ શાશ્વત ૮,૫૭,૦૦,૨૮૨ જિનાલયો છે. અને ૧૫,૪૨,૫૮,૩૬,૦૮૦ શાશ્વત પ્રતિમાજી છે. તેઓને હું પ્રણામ કરું છું.
૧ અતીત= ભૂતકાળમાં થયેલા. ર અનાગત= ભવિષ્યમાં થવાવાળા. ૨ ઊર્ધ્વલોક = ઉપરના લોકમાં સ્વર્ગમાં. ૩ અધોલોક=નીચેના લોકમાં; પાતાળમાં. ૪ તિર્જીલોકમાં = વચ્ચેના લોકમાં=મનુષ્યલોકમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org