SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ હોય તે ચિહું દિસિ વિદેસિ = ચારે દિશા અને વિદિશાઓમાં જિં કેવિ = જે કોઈ પણ તીર્થંકર ભગવત્તો તીઆણાગયસંપઇઅ = અતીત-અનાગત અને સંપ્રતિ કાળમાં વિચરતા. વંદું જિણ સલૅવિ = સર્વેજિનેશ્વર પ્રભુને હું વંદન કરું છું. આ ત્રીજી ગાથામાં આ જગચિંતામણિ જ્યારે બનાવાયું ત્યારના પ્રસિદ્ધ તીર્થોને યાદ કરીને ત્યાં સ્થાપિત જિનેશ્વરપ્રભુઓને પ્રણામ કરેલા છે. જેમાંનું કોઈ તીર્થ આજે અપ્રસિદ્ધ પણ બન્યું છે અને આ સૂત્રમાં ન લખેલાં બીજાં તીર્થો આજે પ્રસિદ્ધ પણ થયાં છે. અશાશ્વત તીર્થોમાં કાળના પ્રતાપે પ્રસિદ્ધ-અપ્રસિદ્ધ થયા કરે છે. છતાં છેલ્લું એક પદ એવું ગ્રંથકારે મૂક્યું છે કે જેમાં ત્રણે કાળના સર્વે દિશાવિદિશામાં વિચરતા તીર્થંકરભગવન્તોને પ્રણામ થાય છે. હે સ્વામિ ! તમે જય પામો, હે સ્વામી ! તમે જય પામો, તમારો વિજય હો. (૧) શત્રુંજય પર્વત ઉપર શ્રી ઋષભદેવ પ્રભુ (જે સૌરાષ્ટ્ર = પાલીતાણામાં આવેલ છે) (૨) ગિરનાર પર્વત ઉપર શ્રી નેમિનાથ પ્રભુ (જે સૌરાષ્ટ્રમાં જૂનાગઢની અંદર છે). (૩) સાચોર નગરમાં શ્રી મહાવીર સ્વામી પ્રભુ (જે રાજસ્થાનમાં છે. ડીસા-થરાદથી જવાય છે). (૪) ભરૂચ નગરમાં શ્રી મુનિસુવ્રતસ્વામી (જે સુરત-વડોદરા વચ્ચે ગુજરાતમાં આવેલ છે). (૫) ટીંટોઈ શહેરમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુ ( જે ઈડર તાલુકામાં સાબરકાંઠા-ગુજરાતમાં છે ). ઉપર જણાવેલાં પાંચ તીર્થોમાં બિરાજમાન પાંચ તીર્થંકર પ્રભુ, ૧ અશાશ્વત તીર્થ= કાયમ ન રહેનારું તીર્થ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001094
Book TitleJain Tattva Prakasha 3rd Edition
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2002
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, 2 Pratikraman Arth, Vivechan, & Paryushan
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy