________________
આશ્રયી ફરી તે ભાંગાને ૩ વડે ગુણતાં ૪૯*૩=૧૪૭ ભાંગા પણ થાય છે. આવી પ્રતિજ્ઞા કર્યા પછી સામાયિકમાં સંસારિક બંધનો ત્યજીને અત્યન્ત સમભાવમાં સ્થિર થવું જોઈએ. અને વધારેમાં વધારે સ્વાધ્યાય કરવો જોઈએ.
(સામાઇથવય પુરો - ૧૦) સામાઇ-વચ-જુનો, જાવ મણે હોઇ નિયમ-સંજુરો ! છિન્નઇ અસુહં કર્મ, સામાઇઅ જત્તિઆ વારા II 1 II સામાઇઅમેિ ઉકએ, સમણો ઇવ સાવઓ હવાઇ જહાT
એએણ કારણેણં, બસો સામાઇએ II ૨ | સામાઇક વિધિએ લીધું, વિધિએ પાયું વિધિ કરતાં જે કોઈ ! અવિધિસ્તુઓ હોય, તે સવિહેમ-વચન-કાચાએ કરી મિચ્છામિ દુક્કડાયા
આ સૂત્ર સામાયિક પારતી વખતે બોલાય છે. તે સૂત્રનો અર્થ એવો છે કે સામાયિક વ્રતથી સંયુક્ત એવો આ આત્મા જેટલી વાર પોતાના મનને નિયમોથી કંટ્રોલમાં રાખે છે તેટલી વાર તેનાં અશુભ કર્મો છેદાય છે. આ ગૃહસ્થ જીવ જ્યારે જ્યારે સામાયિક કરે છે ત્યારે ત્યારે સાધુના જેવો ગણાય છે. આ કારણથી બહુવાર આ સામાયિક કરવું જોઈએ. આ સામાયિક મેં વિધિપૂર્વક લીધું વિધિપૂર્વક પાળ્યું. છતાં વિધિ કરતાં જે કોઈ અવિધિદોષ સેવાયો હોય તે સંબંધી મારું પાપ મિથ્યા થજો.
પ્રશ્ન :- સામાયિકનો ટાઇમ ૪૮ મિનિટ જ કેમ રાખેલ છે ?
ઉત્તર :- છમસ્થ આત્માનો અધ્યવસાય કોઈ પણ એક વિષયમાં વધારેમાં વધારે અડતાલીસ મિનિટ જ સ્થિર રહી શકે છે. તેથી વધુ સ્થિર અધ્યવસાય રહેવો સંભવિત નથી. માટે સમય ૪૮ મિનિટ રાખેલ છે.
પ્રશ્ન :- લગોલગ એકસાથે કેટલાં સામાયિક કરી શકાય ? ઉત્તર :- ઉપરાઉપરી એકસાથે વચ્ચે પાળ્યા વિના ત્રણ સામાયિક
S
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org