________________
“આવસ્ટિઆએ” એ પદ બોલવાનું હોતું નથી અને તે કારણથી કટાસણાની આગલી ધરીમાં ઊભા-ઊભા બીજું વંદન સૂત્ર પૂર્ણ કરવાનું હોય છે. પૂર્ણ થયા પછી જ પાછલી ધરી ઉપર જવાનું હોય છે.
તથા ‘‘અહો-કાર્ય-કાય” આ બે બે અક્ષરોનાં ત્રણ પદો જ્યારે બોલાય છે ત્યારે પહેલા અક્ષર વડે ગુરુજીના ચરણોનો સ્પર્શ કરવારૂપ ચરવળા ઉપર મૂકેલી મુહપત્તીને હાથથી સ્પર્શ કરવાનો હોય છે. અને બીજો અક્ષર બોલતાં તે બન્ને હાથો અધવચમાં સવળા કરી કપાળે લગાડવાના હોય છે. ચરવળા અને કપાળ વચ્ચે અંતર હોવાથી હાથ ત્યાં સુધી લઈ જતાં સમય લાગે છે. માટે પહેલો અક્ષર લંબાવીને બોલાય છે. એમ ત્રણે પદ વખતે પહેલા અને બીજા વંદનમાં કરાય છે. તેને ૬ આવર્ત કહેવાય છે. તથા ‘‘જત્તા ભે, જવણિ જજંચભે’. આ ત્રણ પદો ત્રણ ત્રણ અક્ષરોનાં બનેલાં છે. પહેલો અક્ષર બોલતાં હાથ ચરવળે અડાડવાના, બીજો અક્ષર બોલતાં અધવચમાં હાથ સવળા કરવાના અને ત્રીજો અક્ષર બોલતાં હાથ કપાળે લગાડવા. એમ ત્રણે પદો બે વંદનમાં બે વાર બોલતાં છ આવો બીજાં પણ થાય છે એટલે કુલ ૧૨ આવો કહેવાય છે. આ સુગુરુવંદન સૂત્રનાં પદોનો અર્થ આ પ્રમાણે છે :
હે ક્ષમાશ્રમણ ગુરુજી ! હું તમને (જાવણિજ્જાએ =) મારી શક્તિને અનુસારે (નિસીહિઆએ =) પાપવ્યાપારોનો ત્યાગ કરીને વંદન કરવા ઇચ્છું છું. તમારા પરિમીત` અવગ્રહમાં અંદર આવવાની રજા આપો. (અહીં ગુરુજી અણુજાણેહ પદ કહે છે તે વડે અંદર આવવાની રજા આપે છે.) અંદર આવતાં ફરીથી પાપવ્યાપારનો ત્યાગ કરી તમારી કાયાને મારી કાયા વડે સ્પર્શ કરતાં કદાચ કંઈ પણ કિલામણા (દુ:ખ) થાય તો હે ગુરુજી ! ક્ષમા કરજો. મનથી અત્યંત અલ્પગ્લાનિ વાળા એવા આપને આજનો દિવસ બહુ સુખે સુખ વ્યતીત થયો છે ને ? સંયમયાત્રા
થોડામાં
૧ પરિમીત
થોડો ખેદ, ૪ વ્યતીત = પસાર થયો.
=
માપસર, માપવાળો. ૨ અવગ્રહ = જગ્યા. ૩ અલ્પજ્ઞાનિ
Jain Education International
જેને તમાશ
For Private & Personal Use Only
www.jainelibrary.org