________________
પરપત્તિ, ભજે, પાણે, વિણએ, વેયાવચ્ચે, આલાવે, સંલાવે, ઉચ્ચાસણે, સમાસણે, અંતરભાસાએ, ઉવરિભાસા, અંકિંચિ મઝ વિણચ-પરિહણ સુહમં વા વારંવા તુર્ભે જાણહ, અહં ન જાણામિ, તરસ મિચ્છામિ દુક્કડં ૩ાા
આ સૂત્રમાં આપણને ધર્મ સમજાવનારા ધર્મગુરુની સાથે જે કંઈ પણ અવિનય-આશાતના થઈ હોય તેની ક્ષમા માગવામાં આવે છે. એટલા જ માટે આ સૂત્રનું બીજાં નામ “ક્ષમાપના” સૂત્ર પણ કહેવાય છે. તેનો અર્થ આ પ્રમાણે છે :
હે ભગવાન!તમે ઈચ્છાપૂર્વક આજ્ઞા આપોતો આપશ્રીની સાથે આખા દિવસ દરમ્યાન જે કોઈ અપરાધો થયા હોય તે તમામ અપરાધોને ખમાવવા હું ઇચ્છું છું. (અહીં ગુરુજી “ખામેહ''કહીને ખમાવવાની રજા આપે છે). પછી શિષ્ય આગળ કહે છે, “ઇચ્છે.” આપની આજ્ઞા હું સ્વીકારું છું =આખા દિવસમાં જે કંઈ પણ અપ્રીતિ ઉત્પન્ન થાય એવું કાર્ય કર્યું હોય તથા વધુ પડતી અપ્રીતિ ઉત્પન્ન થાય એવું કામ કર્યું હોય, અથવા આપના પ્રત્યે દ્વેષભાવ રાખનારા એવા વિરોધી=પરને પ્રીતિ ઉત્પન્ન થાય એવુ કામ કર્યું હોય, ભોજન, પાણી, વિનય, અને વૈયાવચ્ચના કામકાજમાં જે કંઈપણ વિનયરહિત કાર્ય કર્યું હોય, આપશ્રીએ મને એકવાર બોલાવ્યો હોય, અથવા વારંવાર બોલાવ્યો હોય છતાં મેં જવાબ આપીને અવિનય કર્યો હોય, આપશ્રીના આસનથી હું ઉચ્ચાસને બેઠો હોઉં, અથવા સમાન આસને બેઠો હોઉં, તમે બોલતા હો તેમાં હું વચ્ચે વચ્ચે બોલ્યો હોઉં, તમે બોલી રહ્યા પછી તમારી કહેલી વાત વિશેષથી હું બોલ્યો હોઉં આ રીતે જે કંઈપણ આપશ્રીના વિનય વિનાનું સૂક્ષ્મ અથવા બાદર વર્તન મેં કર્યું હોય કે જે વર્તનતમે જાણતા હો અને હું જાણતો હોઉં તો તે મારું સઘળું ૧ પરપતિએ = વિરોધીને પ્રીતિ થાય તેવું. ૨ આલાવે = એક્વાર બોલાવ્યો હોય. ૩ સંલાવે =વારંવાર બોલાવ્યો હોય. ૪ અંતરભાસાએ = વચમાં બોલ્યો હોઉં. ૫ ઉવરિભાસાએ = તમે બોલી રહ્યા પછી વધુ બોલ્યો હોઉં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org