________________
આ સૂત્રદ્રારાપરમાત્માને અને ગુરુજીને વંદના કરવામાં આવે છે. હે ક્ષમાશ્રમણ હું આપશ્રીને સંસારવ્યવહાર ત્યજીને યથાશક્તિ વંદન કરવા ઈચ્છું છું. અહીં ગુરુજીમાં અનેક ગુણો હોવા છતાં ક્ષમાશ્રમણ નામના ગુણને પ્રધાન તરીકે જણાવ્યો છે. દસ પ્રકારના યતિધર્મોમાં પણ ક્ષમા ગુણને પહેલો ગણાવ્યો છે. કારણ કેનિશ્ચયનયથી (અધ્યાત્મદષ્ટિથી) પહેલો લોભ તજવા જેવો છે. પરંતુ વ્યવહારનયથી પહેલો ક્રોધ તજવા જેવો છે. ક્રોધ એ બહારથી દેખાતો કષાય છે. લોકોમાં અપ્રીતિ-અવિશ્વાસ અને અરુચિ ઉત્પન્ન કરનારો છે. જેમાં ક્રોધ વ્યાપ્ત હોય છે તે માણસથી લોકો વિખૂટાં પડે છે દૂર ભાગે છે. જેથી પરસ્પર મિલન બંધ થવાથી પરોપકાર કરવાનો યોગ નાશ પામે છે. માટે પરોપકાર કરવામાં સમર્થ આત્માઓએ તો ક્રોધને તિલાંજલી આપી દુનિયાનો પ્રેમ પ્રાપ્ત કરવો જોઈએ. જો લોકોની સાથે પ્રેમ કેળવાયો હોય તો પરોપકાર ધાર્યો હોય તેટલો કરી શકાય. માટે ક્રોધથી થતી ચિરાટ રોકવા માટે ક્રોધનો પ્રતિપક્ષી ક્ષમાગુણ જીવનમાં અવશ્ય કેળવવો જોઈએ. તેથી વ્યવહારદ્રષ્ટિએ એટલેકે બાહ્યદૃષ્ટિએ સાધુસંત-પુરૂષો ક્ષમાગુણ વડે વંદનીય છે.
ગુરુજીને વંદન કરતાં વધારે એકાગ્રતા-સ્થિરતા-તન્મયતા આવે એટલે સૂત્રમાં “નિસાહિઆએ કહ્યું છે. ગુરુવંદન સિવાયના બાકીના તમામ સાંસારિક વ્યવહારોને ત્યજીને આ ધર્મક્રિયામાં એકાગ્ર બનીને હું વંદન કરું છે.
વળી આ વંદન જઘન્ય, મધ્યમ, અને ઉત્કૃષ્ટ એમ ત્રણ પ્રકારનું હોય છે. તેમાંથી મારા સમય અને સંજોગને અનુસાર જે શક્ય વંદન છે. તે કરું છું. આ જણાવવા માટે “જાવણિwાએ”
૧ યથાશક્તિ = મારી શક્તિને અનુસારે. ૨ પ્રધાન = મુખ્ય. ૩ યતિધર્મોમાં =સાધુના આચારોમાં. ૪ વ્યાપ્ત = ભરેલો, વ્યાપેલો. ૫ વિખૂટા= છૂટા પડવું, જુદા થવું. ૬ પ્રતિપક્ષી =વિરોધી-દુશ્મન-શત્રુ. ૭ જઘન્ય = નાનામાં નાનું. ૮ મધ્યમ વચ્ચેનું. ૯ ઉત્કૃષ્ટ = મોટામાં મોટું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org