SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ પદ લખ્યું છે. મારી શારીરિક જેવી શક્તિ છે. તેને અનુસારે હું વંદન કરું છું. એમ દેવ-ગુરુ ઉપર પરમ ભક્તિભાવે વંદનાર્થે આ સૂત્ર રચાયું છે. આ સૂત્રનું બીજું નામ “પંચાંગ પ્રણિપાતસૂત્ર” કહેવાય છે. તેનો અર્થ એ છે કે જ્યારે જ્યારે આ સૂત્ર બોલીને ગુરુજીને વંદના કરાય ત્યારે ત્યારે પાંચ અંગો નમાવી ભૂમિને અડાડીને વંદન કરવું જોઈએ (૨ હાથ, ૨ પગ, ૧ મસ્તક). આ પ્રમાણે પાંચ અંગો ભૂમિ ઉપર સ્પર્શતાં હોવાથી “પંચાંગ પ્રણિપાત” નામ આપેલ છે. ( ઈચ્છકાર સુતરાઇ સૂગ - ૪ - ઇચ્છકાર સુહરા (સહદેવસિ) સુખતા શરીર નિરાભાઈ સુખસંયમ જાત્રા નિર્વહો છો જી? સ્વામી ! સાતા છે જી? ભાત પાણી નો લાભ દેજજી. આ સૂત્ર ગુરુજીને સુખસાતા પૂછવા માટેનું છે. ગુરુજી સંસારના સંપૂર્ણપણે ત્યાગી છે, વૈરાગી છે અને શારીરિક સગવડતાઓથી દૂર રહેનારા છે. એટલે આપણા આત્માની (અનુયાયી-ભક્તવર્ગની) એ ફરજ થાય છે કે આપણે આ મહાત્મા પુરુષોની શું ભક્તિ કરીએ? તેમ આ નાનુંસૂત્ર ધર્મ સમજાવનાર ઉપકારી ગુરુજીની સુખસાતા પૂછવા માટે બનાવેલ છે. ઈરિયાવહિયં સૂત્ર-૫ ઇચ્છાકારેણ સંદિસહ, ભગવન, ઇરિયાવહિયંપડિકનમામિ, ઇચ્છે ઈચ્છામિ પડિક્કમિઉં, ઇરિયાવહિયાએ વિરાણાએ ૧ ભક્તિભાવે= હૈયાના અત્યન્ત ભાવપૂર્વક. ૨ સુધરાઈ = રાત્રિ સુખે પસાર થઈ છે ને. ૩સુહદેવસિ = દિવસ સુખે પસાર થયો છે ને?૪ નિરાબાધ = શરીરની કોઈ પીડા નથી ને? પ ભાત-પાણી = ભોજન અને પાણી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001094
Book TitleJain Tattva Prakasha 3rd Edition
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2002
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, 2 Pratikraman Arth, Vivechan, & Paryushan
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy