________________
ગમણાગમણે પાણક્કમણે બીચક્કમણે હરિચકમણે ઓસા-ઉનિંગપણગદગ-મટ્ટી-મક્કા-સંતાણા-સંકમણે જે મે જીવા વિરાહિયાએબિંદિયા-બેઇજિયા, તેદિયા, ચઉરિદિયા, પંચિંદિયા, અભિહયાવરીયા-લેસિયા-સંધાઇચા-સંઘક્રિયા-પશિયાવિયા-કિલામિયા, ઉદ્દવિચા-ઠાણાએ ઠાણે સંકામિયા-જીવિયાઓ વવરોવિયા તસ્સ મિચ્છામિ દુક્કડં.
જૈન શાસનને પામેલા સર્વે આરાધક સ્ત્રી-પુરુષો જ્યારે જ્યારે ઉત્તમ ધર્માનુષ્ઠાનો કરે છે. ત્યારે ત્યારે આ સૂત્ર બોલવા વડે આત્મશુદ્ધિ કરે છે. ધર્મક્રિયા કરવા માટે એક સ્થાનથી બીજા સ્થાનમાં જતાં-આવતાં જાણતાં-અજાણતાં નાના-મોટા જીવોની હિંસા થવાનો સંભવ છે. તેની ક્ષમા માગવા માટેની ક્રિયા આ સૂત્રમાં કરવામાં આવી છે. ધર્મક્રિયા કરતાં પહેલાં થયેલી જીવોની હિંસાની માફી માગી પોતાના મહાત્મા પુરુષોએ આત્માના હિત માટે કેવી સુંદર વ્યવસ્થા ગોઠવી છે. ?
પ્રથમ ગુરુજી પાસે થયેલા પાપની ક્ષમા માગવા માટેની રજા માગવામાં આવે છે. કે હે ભગવાન ! આપશ્રી રજા આપો. હું મારાથી થયેલી જીવહિંસાની પાપક્રિયાની ક્ષમા માગવા ઇચ્છું છું. ગુરુજી તરફથી રજા મળે છે. ત્યારબાદ જીવ પોતાનાથી થયેલી આ પાપચેષ્ટાને બે-ચાર પ્રસંગો યાદ કરવા દ્વારા બોલે છે. તેમાં કયા ક્યા જીવો મરાયા હશે તેઓનાં નામોનો ઉલ્લેખ કરે છે. કેવી રીતે મેં હણ્યા હશે તે હણવાના પ્રકારોનો ઉલ્લેખ કરે છે. અને છેલ્લે આવાં પાપોથી હે પ્રભુ! તું ક્ષમા આપ. મારી ભૂલ થઈ છે. એવી અંતરની પસ્તાવાપૂર્વકની રજુઆત કરે છે.
જેમ આ શરીરમાં રહેલો મારો જીવ મને વહાલો છે. તેમાં તમામ શરીરોમાં રહેલા સૌના જીવ સૌને વહાલા છે. મારા તુચ્છ સ્વાર્થ ખાતર તેઓની હિંસા કેમ થાય ? કોઈ પણ જીવનું મન મારાથી કેમ દુઃખી
૧ આરાધક = ધર્મારાધના કરનાર. ૨ ધર્માનુષ્ઠાનો = ધર્મનાં અનુષ્ઠાનો-ક્રિયાઓ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org