________________
કરી આઠ સ્ત્રીઓ પરણ્યા. શાલિભદ્રના બનેવી થાય. એક વખત શાલિભદ્રની બહેન પોતાનો ભાઈ દીક્ષા લેવાના છે એવા સમાચારથી ધન્યકુમારને સ્નાન કરાવતાં રડતાં હતાં. આંસુ ધન્યકુમાર ઉપર પડતાં ધન્યકુમારે રડવાનું કારણ પૂછયું. “શાલિભદ્ર દરરોજ એકેક પત્નીનો ત્યાગ કરે છે” એવી વાત સાંભળી ધન્યકુમારે કહ્યું કે “શાલિભદ્ર નિર્બળ કહેવાય. ત્યાગ જ કરવો હોય તો પછી એકેકનો ત્યાગ કરવાની શી જરૂર ? બધી સ્ત્રીઓનો એકીસાથે ત્યાગ કરવો જોઈએ”. પત્નીએ કહ્યું કે, “બોલવું સહેલું છે. કરવું ઘણું કઠિન છે.” તે સાંભળી ધન્યકુમાર ઊઠ્યા. આજથી જ આઠેનો ત્યાગ, શાલિભદ્રને ત્યાં જઈ તેમની સાથે દીક્ષા લઈ આત્મકલ્યાણ સાધ્યું. (૩૪) ઇલાચી પુત્ર
શ્રેષ્ઠિપુત્ર હોવા છતાં પણ એક નટની પુત્રીમાં મોહિત થયા. તેને પરણવા માટે નટની ઇચ્છાને અનુસારે નટ બન્યા. અદ્ભુત કલાઓથી રાજાને રીઝવો તો નટી પરણાવું. એવું નાયકનું કહેવું જાણી બેનાત નગરે ગયા. વાંસ અને દોરડા ઉપર ચડી રાજાને રીઝવવા માટે મરણિયા ખેલ ખેલે છે. પરંતુ રાજા પણ નટવીમાં મોહિત હોવાથી દાન આપતો નથી. એવામાં દૂર દૂર કોઈના ઘરમાં એકલા મુનિને અને તેને વહોરાવતી સ્ત્રીને જોઈ. સ્ત્રી લોલો કહે છે. મુનિ લેતા નથી. ઊંચી નજરે પણ જોતા નથી. ત્યાગ-વૈરાગ્યનું દશ્ય જોઈ પોતાને વૈરાગ્ય થયો. ભાવના ભાવતાં ત્યાં જ માંચડા ઉપર કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. (૩૫) ચિલાતીપુત્ર - ચિલાતી નામની દાસીનો પુત્ર. એક શેઠને ત્યાં નોકરી કરતો હતો પરંતુ તેને અપલક્ષણવાળો જાણી શેઠે કાઢી મૂકયો જંગલમાં જઈ ચોરોનો સરદાર બન્યો. શેઠની સુષમા નામની છોકરી ઉપર તેને મોહ હતો. એક વખત શેઠને ત્યાં ધાડ પાડી, બીજા ચોરો માલ-મિલકત લઈને ભાગ્યા, ચિલાતીએ સુષમાને ઉપાડી. શેઠ, શેઠના છોકરાઓ, અને સિપાઈઓ પાછળ પડ્યા. બીજા ચોરો મિલકત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org