________________
લીધા. (૧) અજાણ્યાં ફળ ખાવાં નહિ. (૨) પ્રહાર કરતાં સાત ડગલાં પાછા હઠવું. (૩) રાજાની રાણી સાથે સંસારવ્યવહાર કરવો નહિ. (૪) કાગડાનું માંસ ખાવું નહિ. તેના જીવનમાં ચારે નિયમોની કસોટીઓ આવી. પરંતુ દઢતાપૂર્વક પાલન કર્યું તેથી મરીને બારમા દેવલોક ગયો. (૩૧) ગજસુકુમાલ મુનિ
કૃષ્ણમહારાજાના નાના ભાઈ, બાલ્ય વયે વૈરાગ્ય પામ્યા. પરંતુ માતા-પિતાએ આગ્રહથી લગ્ન કરાવ્યાં. જોકે ગજસુકમાલનું મન માનતું ન હોવાથી પ્રભુશ્રી નેમિનાથ પાસે જલ્દી દીક્ષા સ્વીકારી. પ્રભુની સમ્મતિ લઈ સ્મશાનમાં જઈ કાઉસ્સગ્ન કરી ધ્યાનમાં ઊભા રહ્યા. એવામાં તેમના સસરા સોમશર્મા બ્રાહ્મણ “મારી છોકરીનો ભવ બગાડ્યો” એમ સમજી ગુસ્સે થયા. શિક્ષા કરવા માટે પાસે સળગતી ચિતામાંથી ધગધગતા અંગારા લઈને ગજસુકુમાલના માથા ઉપર મૂકયા. મુનિ તેનાથી જરા પણ ક્ષોભ પામ્યા નહિ. કર્મ ખપાવવામાં મદદગાર માની સમતા રાખી અંતગડકેવલી થઈ મોલે પધાર્યા. (૩૨) અવંતિકુમાલા
ઉજ્જૈણી નગરી, ભદ્ર પિતા, ભદ્ર માતા, બત્રીસ સ્ત્રીઓના સ્વામી હતા. એ ક વખત આર્ય સુહસ્તિસૂરિજી પાસે “નલિની ગુલ્મવિમાન”ના સ્વરૂપવાળું અધ્યયન સાંભળતાં જાતિસ્મરણ જ્ઞાન પ્રાપ્ત થયું. પૂર્વભવ દેખી વૈરાગ્ય પામી દીક્ષા લીધી. સ્મશાનભૂમિમાં કાઉસ્સગ્ગ ધ્યાને રહ્યા. એક શિયાળે તેમને કરડી ખાધું. પરંતુ તેઓ ધ્યાનથી જરા પણ ડગ્યા નહિ. શુભ ધ્યાનમાં મરણ પામી નલિની ગુલ્મવિમાનમાં ઉત્પન્ન થયા. તેમના મૃત્યુના સ્થાને તેમના માતા-પિતાએ મદિર બનાવી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિની પ્રતિષ્ઠા કરાવી. તે જ અવંતી પાર્શ્વનાથ. (૩૩) ધન્યકુમાર
પિતા ધનસાર, માતા શીલવતી, બુદ્ધિબળે અખૂટ લક્ષ્મી ઉપાર્જન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org