________________
(૨૭) પ્રસન્નચંદ્ર રાજર્ષિ
સોમચંદ્ર પિતા, ધારિણી માતા, પોતાના નાના બાળકપુત્રને રાજ્યગાદી ઉપર બેસાડી પ્રસન્નચંદ્ર દીક્ષા લીધી. તેઓ એક વખત રાજગૃહી નગરીના ઉદ્યાનમાં કાયોત્સર્ગમાં ઊભા રહ્યા. ત્યાં થોડે દૂર ભગવાન પણ સમોસર્યા. લોકો તેમને વંદન કરવા જતા-આવતા, તેમના મુખેથી પ્રસન્નચંદ્ર મુનિએ સાંભળ્યું કે ચંપાનગરીના દધિવાહન રાજાએ પોતાની નગરીને ઘેરો ઘાલ્યો છે અને બાળરાજાને મારીને રાજ્ય લેવા ઇચ્છે છે. એટલે રાજ્ય અને બાળક ઉપરના મોહથી મનથી જ લડાઈ ચાલુ કરી અને સાતમી નરકને યોગ્ય ગતિ-જાતિ આદિ નામ કર્મ બાંધ્યાં. ક્ષણવાર પછી વિચાર પલટાતાં પશ્ચાત્તાપ કરી સર્વ કર્મો ખપાવી કેવળજ્ઞાન મેળવી મોક્ષે પધાર્યા. (૨૮) યશોભદ્રસૂરિ
- શ્રી શય્યભવસૂરિજીના શિષ્ય અને ભદ્રબાહુસ્વામીજીના ગુરુ હતા. તેઓએ પણ સુંદર ચારિત્રધર્મ આરાધી આત્મકલ્યાણ સાધ્યું. (૨૯) શ્રી જંબૂસ્વામી
અખંડ બાલબ્રહ્મચારી, નિઃસ્પૃહ વાણીથી વૈરાગ્યવાસિત હોવા છતાં પણ માતા-પિતાના આગ્રહથી આઠ કન્યાઓને પરણ્યા. પહેલી જ રાત્રે ધર્મોપદેશ દ્વારા તેમને વૈરાગ્ય પમાડ્યો. તથા તે જ વખતે ચોરી કરવા આવેલો પાંચસો ચોરો સાથેનો પ્રભાવ પણ પ્રતિબોધ પામ્યો. બીજા જ દિવસે સુધર્માસ્વામી પાસે બધાંએ દીક્ષા લીધી. અનુક્રમે તેઓએ કેવળજ્ઞાન મેળવ્યું. આ ભરતક્ષેત્રમાં પાંચમા આરામાં તેઓ છેલ્લા કેવળી થયા છે. (૩૦) કુમાર વંકચૂલ
વિરાટ દેશનો રાજકુમાર, તેને નાનપણથી જ જાગાર, ચોરી વગેરે મહાવ્યસનો લાગુ પડ્યાં, પિતાએ કંટાળીને કાઢી મૂક્યો. પોતાની પત્ની તથા એક બહેન સાથે લઈ જંગલમાં રહેવા લાગ્યો એક પલ્લીપતિ બન્યો. એક વખત તે પલ્લીમાં મુનિએ ચાતુર્માસ કર્યું. તે પૂર્ણ થતાં મુનિના ઉપદેશથી તેણે નાના એવા ચાર નિયમો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org