________________
ભાણેજગાંગલિને રાજ્ય સોંપી બન્ને ભાઈઓએ દીક્ષા લીધી. પછી ભાણેજ ગાંગલીને તથા તેનાં માતા-પિતાને પ્રતિબોધી દીક્ષા આપી. અનુક્રમે બન્ને ભાઈઓ કેવળજ્ઞાન પામી મોક્ષે ગયા. (૨૪) શાલિભદ્રજી
પૂર્વભવમાં મુનિને આપેલા ક્ષીરના દાનથી રાજગૃહી નગરીના ગોભદ્રશેઠ અને ભદ્રાશેઠાણીને ત્યાં પુત્રરૂપે જન્મ્યા. અતુલસંપત્તિના અને ઉચ્ચકુલની ૩૨ સુંદરીઓના સ્વામી બન્યા. ગોભદ્રશેઠપ્રભુ મહાવીર પાસે દીક્ષા લઈ ઉત્તમ ચારિત્ર પાળી સ્વર્ગમાં ગયા. પુત્રસ્નેહના કારણે ત્યાંથી દિવ્ય વસ્ત્રાદિની દરરોજ ૯૯ પેટી મોકલતા હતા. એક વખત બેંમતી રત્નકાંબળો વેચવા વેપારીઓ રાજગૃહીમાં આવ્યા. જેમાંની એકપણ કાંબળ રાજા ન લઈ શક્યો અને ભદ્રા શેઠાણીએ બત્રીસે ખરીદી લીધી. તે જોઈ શ્રેણિક મહારાજા તેમની સંપત્તિ જોવા શાલિભદ્રને ઘેર આવ્યા. ભદ્રા શેઠાણીએ શાલિભદ્રને રાજાને મળવા ઉપરથી બોલાવ્યા. હા મારા માથે રાજા છે એમ જાણી વૈરાગ્ય પામી પ્રભુ મહાવીર પાસે દીક્ષા લીધી. આત્મકલ્યાણ સાધ્યું. (૨૫) ભદ્રબાહુબવામીજી
છેલ્લાચૌદપૂર્વધરથયા. શäભવસૂરિજીના શિષ્યયશોભદ્રસૂરિજી તેમના ગુરુ હતા. આવશ્યકસૂત્ર આદિ દશ સૂત્રો ઉપર પ્રાકૃત ભાષામાં નિર્યુક્તિઓ બનાવી છે. સંઘની વિનંતીથી સ્થૂલિભદ્રજીને અર્થ સાથે ૧૦ અને મૂળ ૪ એમ ૧૪ પૂર્વોનું જ્ઞાન આપ્યું હતું. (૨૬) દશાર્ણભરાજા
દશાર્ણપુર નગરના રાજા અત્યન્ત ધર્મિષ્ઠ હતા. એક વખત અભિમાનપૂર્વક બહુ ઋદ્ધિ-ઠાઠમાઠ બતાવવાપૂર્વક ભગવાનને વંદન કરવા ગયા. ઇન્દ્ર અવધિજ્ઞાનથી જાણી તેનું અભિમાન તોડવા દૈવિક વિશિષ્ટ ઠાઠમાઠથી ભગવાનને વંદન કરવા આવ્યા. તે જોઈ પોતાના ગર્વનું ખંડન થયું જાણી વૈરાગ્ય પામી દીક્ષા લીધી.
ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org