________________
ગર્ભની વાત કરી નહિ. સમય આવતાં બાળકનો પ્રસવ થયો. તેને સ્મશાનમાં મૂકી દીધો. ત્યાં રહેલા ચંડાલે તેને મોટો કર્યો, શરીરે ઘણી જ ખણજ આવતી હોવાથી “કરકંડુ” નામ આપ્યું. યુવાન થતાં તે કંચનપુરનો રાજા થયો. સાધ્વી પદ્માવતીએ પિતા-પુત્રના સંબંધની કરકંડુ અને દલિવાહનને જાણ કરી. પિતાએ વૈરાગ્ય પામી પુત્રને રાજ્ય સોંપી દીક્ષા લીધી. કાળાન્તરે વૃદ્ધ બળદને દુઃખી જોઈ વૈરાગ્ય પામી વિચારણા કરતાં કરતાં જાતિસ્મરણજ્ઞાન પામી કરકંડુએ પણ રાજ્ય છોડી દીક્ષા લીધી અને આત્મકલ્યાણ સાધ્યું. (૧૯૨૦) હલ્લ-વિહલ્લા
શ્રેણિકરાજાની ચેલણા રાણીના આ બન્ને પુત્રો હતા. રાજાએ પોતાનો સેચનક હાથી આ બન્ને ભાઈઓને આપ્યો હતો. પરંતુ તે હાથી માટે કોણિકે આ બે ભાઈઓ સાથે યુદ્ધ કર્યું. યુદ્ધ દરમ્યાન હાથી ખાડામાં પડી જવાથી મૃત્યુ પામ્યો તેથી વૈરાગ્ય પામી ભગવાન મહાવીર સ્વામી પાસે દીક્ષા લઈ આત્મકલ્યાણ સાધ્યું. (૨૧) સુદર્શન શેઠ
પિતાનું નામ અર્હદાસ, માતાનું નામ અર્હદ્દાસી, સુદર્શન શેઠ પરમધર્મિષ્ઠ, પૂર્ણ બાર વ્રતધારી શ્રાવક હતા. ચોથા વ્રતમાં તેમની ભારે કસોટી થઈ. એક વખત તેઓ પૌષધમાં હતા ત્યારે રાજરાણી અભયાની સૂચના મુજબ દાસી તેમને ઉપાડીને રાજમહેલમાં લઈ આવી. રાણીએ ભોગ માટે ઘણી ઘણી પ્રાર્થના અને ઉપાયો અજમાવ્યા પરંતુ શેઠ ચલિત થયા નહીં. તેથી તેમના ઉપર શીલભંગનો આરોપ મૂક્યો. રાજાએ શૂળીની સજા ફરમાવી. પરંતુ શીયળના પ્રભાવથી શૂળીનું સિંહાસન થવાથી બધી સત્ય હકીકત બહાર આવી. પછી તેઓએ વૈરાગ્ય પામી દીક્ષા લીધી. (૨/૩) શાલ-મહાશાલ
બન્ને ભાઈઓ હતા. પરસ્પર ઘણી પ્રીતિવાળા હતા. પોતાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org