________________
એવા જૈનસિદ્ધાંતને ખૂબ જ ભાવપૂર્વક તમે પ્રણામ કરો, જે શ્રુતધર્મ સંયમમાર્ગમાં આગળ વધવામાં હંમેશાં મંગળમય છે; વૈમાનિક, ભવનપતિ, જ્યોતિષ્ક અને વ્યંતર એમ ચારે નિકાયના દેવોના સમૂહ વડે જે શ્રુતધર્મ પૂજાયેલો છે; જે શ્રુતધર્મમાં સર્વ દ્રવ્ય-ક્ષેત્ર-કાલાદિમય લોકનું વર્ણન કરેલું છે, તથા સ્વર્ગ મૃત્યુ અને પાતાલમાં રહેલા મનુષ્યો તથા દેવાદિ જીવોરૂપ આખું જગત જેમાં બતાવેલું છે એવો શાશ્વત શ્રુતધર્મ સદાકાળ વિજય પામો. ॥ ૪ ॥
આવા પવિત્ર અને પૂજ્ય શ્રી શ્રુતધર્મની આરાધના કરવા માટે હું કાઉસ્સગ્ગ શરૂં કરું છું. II
તીર્થંકરભગવન્હો કેવળજ્ઞાન પામ્યા પછી ધર્મદેશના આપે છે. તેઓની ધર્મદેશના સાંભળીને ગણધરભગવન્તો શાસ્ત્રોની રચના કરે છે. તેને આગમ કહેવાય છે. તે આગમ પંદરે કર્મભૂમિમાં જુદા જુદા ગણધર ભગવન્તો જુદાં જાદાં રચે છે. તે આગમને હું ભાવથી વંદના કરું છું. આ આગમ અત્યન્ત પવિત્ર છે. અજ્ઞાનનો નાશ કરનારું, દેવાદિ વડે પૂજાયેલું, મોહને તોડી નાખનારું, જન્મજરાદિને ટાળનારું, પુષ્કળ કલ્યાણ અને સુખ આપનારું, જીવનને મર્યાદામાં રાખનારું છે. તેમાં સમસ્ત લોક તથા ત્રણે ભુવનનું વર્ણન કરેલું છે. માટે તેની આરાધના કરવા લાયક છે. આ સૂત્ર ચાર સ્તુતિઓવાળા દેવવંદન વખતે ત્રીજી સ્તુતિના પ્રસંગે બોલાય છે. શ્રી સિદ્ધાણં-બુદ્ધાણં સૂત્ર - ૨૩ ૩
સિદ્ધાણં બુદ્ધાણં, પાર ગચાણ પરંપરગયાણં । લોઅગ્ગમુવગચાણં, નમો સચા સવ્વસિદ્ધાણં ॥ ૧ ॥ જો દેવાણ વિ દેવો, જં દેવા પંજલી નમંસંતિ । તં દેવ-દેવ-મહિઅં, સિરસા વંદે મહાવીરૂં ॥ ૨ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org