________________
ઇક્કો વિ નમુક્કારો, જિણવર-વસહસ્સ વન્દ્વમાણસ । સંસાર સાગરાઓ, તારેઇ નરં વ નારિ વા | ૩ || ઉર્જિત સેલ સિહરે, દિફા નાણું નિસીહિઆ જસ્સ 1 તું ધમ્મ-ચવર્ષિં, અરિટ્ઠનેમિઁ નમંસામિ || ૪ || ચત્તારિ અટ્ઠ દસ દોય, વંદિયા જિણવરા ચઉવ્વીસં । પરમટ્ન નિદ્ઘિ અટ્ઠા સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ ॥ ૫ ॥
આ સૂત્રમાં સિદ્ધભગવન્તોની સ્તુતિ મુખ્યત્વે કરેલી છે તેથી આ સૂત્રનું બીજું નામ ‘‘સિદ્ધસ્તવ’ છે. તથા બીજી-ત્રીજી ગાથામાં ભગવાન મહાવીરસ્વામીની, ચોથી ગાથામાં નેમનાથ ભગવાનની, અને પાંચમી ગાથામાં અષ્ટપદાદિ તીર્થોની સ્તુતિ કરેલી છે.
નમુન્થુણં, અરિહંત ચેઇયાણું, લોગસ્સ, પુક્ષરવરદીવર્ડ્સે અને સિદ્ધાણં બુદ્ધાણં આ પાંચ સૂત્રો દેવવંદનનાં મુખ્ય સૂત્રો છે. તેથી તે પાંચને દંડકસૂત્રો કહેવાય છે. તે પાંચેનાં બીજાં નામો અનુક્રમે શક્રસ્તવ, ચૈત્યસ્તવ, નામસ્તવ, શ્રુતસ્તવ, અને સિદ્ધસ્તવ છે. આ સૂત્રની પાંચે ગાથાઓના અર્થ આ પ્રમાણે છે.
સિદ્ધ થયેલા, કેવળજ્ઞાન પામેલા, સંસારના પારને પામેલા, અનુક્રમે પરંપરાએ મોક્ષે ગયેલા, લોકના અગ્રભાગે જઈને વસેલા, એવા સર્વ સિદ્ધ ભગવન્તોને મારા હંમેશાં નમસ્કાર થજો. ॥ ૧ ॥ જે દેવોના પણ દેવ છે, જેમને દેવો પણ હાથ જોડી નમસ્કાર કરે છે, વળી જે દેવોના દેવો(ઇન્દ્રો)થી પણ પૂજાયેલા છે તે ભગવાન મહાવીર સ્વામીને હું મસ્તક વડે વંદન કરું છું. ॥ ૨ ॥ જિનેશ્વરોમાં વૃષભસમાન (સર્વોત્તમ) એવા ભગવાન મહાવીર સ્વામીને કરાયેલ એક પણ નમસ્કાર સંસારરૂપી સાગરથી સ્ત્રી તથા પુરુષોને અવશ્ય તારે છે || ૩ ||
ઉજ્જયંત (ગિરનાર) પર્વતના શિખર ઉપર જે ભગવાનની દીક્ષા કેવળજ્ઞાન અને નિર્વાણ એમ ત્રણ કલ્યાણક થયેલાં છે તે ધર્મચક્રવર્તી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org