________________
અર્થ : હે વીતરાગ પ્રભુ ! તમે જય પામો. હે જગતના ગુરુ ! તમે જય પામો હે પ્રભુ ! તમારા પ્રભાવથી મને ભવોભવમાં નીચેની વસ્તુઓ પ્રાપ્ત થજો.
(૧) ભવનિર્વેદ, (૨) માર્થાનુસારિતા, (૩) ઈષ્ટફલની સિદ્ધિ, (૪) લોકવિરુદ્ધનો ત્યાગ, (૫) ગુરુજનની પૂજા, (૬) પરોપકાર કરવાપણું, (૭) ઉત્તમ ગુરુજીનો યોગ, (૮) તે ગુરુજીના વચનોને અનુસરવાપણું, (૯) જ્યાં સુધી મારે ભવો કરવા પડે ત્યાં સુધી અખંડપણે આ વસ્તુઓ મને પ્રાપ્ત થજો. | રા
હે વીતરાગ દેવ ! જો કે તમારા શાસ્ત્રોમાં “નિયાણું બાંધવું” તેનો નિષેધ કરેલો છે. તો પણ ભવોભવમાં તમારા ચરણોની સેવા મને હોજો. | ૩ | - હે નાથ ! તમને પ્રણામ કરવાથી મને “દુઃખનો ક્ષય, કર્મોનો ક્ષય, સમાધિપૂર્વકનું મૃત્યુ, અને સમ્યકત્વનો લાભ, આટલી વસ્તુઓ પ્રાપ્ત થજો. | ૪ ||
સર્વ મંગલોમાં મંગલભૂત, સર્વ કલ્યાણોનું કારણ, અને સર્વ ધર્મોમાં પ્રધાન એવું જૈન શાસન સદાકાળ જયવંતું વર્તે છે. ૫
આ સૂત્રનું બીજાં નામ પ્રાર્થનાસૂત્ર છે. કારણ કે આ સૂત્રમાં ઉપર લખેલ નવ વસ્તુઓની માગણી કરવામાં આવી છે. કદાચ અહીં કોઈને એવી શંકા થાય કે “મને પરભવોમાં આવી આવી આટલી વસ્તુઓ મળજો” આવી માગણી કરવી તેને નિયાણું કહેવાય છે. અને નિયાણાનું બાંધવાનો જૈનશાસ્ત્રોમાં નિષેધ કરેલો છે. તો આ સ્તોત્રમાં માગણીઓ કેમ કરવામાં આવી છે ?
તેનો ઉત્તર એ છે કે “પરભવમાં સાંસારિક સુખોની માગણી કરવી” તેનો શાસ્ત્રોમાં નિષેધ કર્યો છે. કારણ કે તેને નિયાણું કહેવાય છે. પરંતુ “પરભવમાં ધર્મની પ્રાપ્તિ માગવી તે નિયાણું નથી. આ સૂત્રમાં ધર્મની પ્રાપ્તિ માગવામાં આવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org