________________
દૂર રખાય છે.
પ્રથમ મુહપત્તીના બન્ને છેડા જમણા-ડાબા હાથમાં પકડીમુહપત્તી પૂર્ણપણે ખુલ્લી કરી નજરથી જીવોની તપાસ કરવી. તથા મુહપત્તીનાં પડ જમણા-ડાબાહાથમાં બદલીને પણ જોઈ લેવું. તે બન્ને પડ જોતી વખતે (૧) સૂત્ર-અર્થ-તત્ત્વ કરી સદરહું, (જિનેશ્વર ભગવંતનાં બતાવેલાં સૂત્રો અને અર્થ એ જ સાચું તત્ત્વ છે એમ માનું છું) આ પહેલો બોલ છે. ત્યારબાદ જમણા હાથનો છેડો ત્રણ વખત ખંખેરવો અને તે વખતે (૨) સમ્યકત્વ મોહનીય (૩) મિશ્રમોહનીય (૪) મિથ્યાત્વ મોહનીય પરિહરું” (આ ત્રણે મોહનીયને હું ત્યજું છું) એમ બોલવું ત્યારબાદ જમણા-ડાબા હાથનાં પકડેલાં પડ બદલીને ફરીથી જમણા હાથનો છેડો ત્રણ વખત ખંખેરવો અને તે વખતે (૫) કામરાગ, (૬) સ્નેહરાગ, (૭) દૃષ્ટિરાગ પરિહરું (આ ત્રણે રાગ હું ત્યજું છું) એમ બોલવું એમ કુલ ૭ બોલ થાય.
ત્યારબાદ જમણા હાથનો છેડો ડાબા હાથ ઉપર એવી રીતે નાખવો કે મુહપત્તીની વચ્ચેની ઘડી ઉપર આવે, પછી જમણા હાથથી મુહપત્તી ખેંચીને આંગળીઓમાં ભરાવવી. જેને શાસ્ત્રમાં “વધૂટક” કહેવાય છે. જમણા હાથમાં ત્રણ વર્ઘટક બનાવી ડાબા હાથ ઉપર તે મુહપત્તીને ફેરવવી. ત્રણ વખત અંદર લઈ જવી તે વખતે આદરવા લાયક ગુણોનું સ્મરણ કરવું. અને ત્રણ વખત બહાર લઈ જવી. તે વખતે ત્યજવા લાયક દુર્ગુણોને બોલવા અને અન્ને ખંખેરવું.
પહેલી વખતે અંદર લઈ જતાં (2) સુદેવ, (૯) સુગુરુ, (૧૦) સુધર્મ આદરું અને બહાર નીકળતી વખતે (૧૧) કુદેવ, (૧૨) કુગુરુ, (૧૩) કુધર્મ પરિહરું. એમ બોલવું, બીજી વખતે અંદર જતાં (૧૪) જ્ઞાન, (૧૫) દર્શન, (૧૬) ચારિત્ર આદરું અને બહાર નીકળતી વખતે (૧૭) જ્ઞાનવિરાધના, (૧૮) દર્શન વિરાધના (૧૯) ચારિત્ર વિરાધના પરિહ એમ બોલવું. ત્રીજી વખતે અંદર જતાં (૨૦) મનગુમિ, (૨૧)
*
'* *
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org