________________
વચનગુપ્તિ, (૨૨) કાયગુપ્તિ આદરું એમ બોલવું તથા બહાર નીકળતી વખતે (૨૩) મનદંડ, (૨૪) વચનદંડ, (૨૫) કાયદંડ પરિė એમ બોલવું. આ પ્રમાણે મુહપત્તીના કુલ ૨૫ બોલ થયા. આ ૨૫ બોલમાં ૮થી ૨૫ વચ્ચે જે જે ત્રણ-ત્રણ આદરવા જેવા બોલો આવ્યા તેને અખ્ખોડા કહેવાય છે. અને જે જે ત્રણ ત્યજવા જેવા બોલો આવ્યા તેને પખ્ખોડા કહેવાય છે.
હવે મુહપત્તી જમણા હાથમાં જ રાખીને ડાબા હાથને ઊંધો કરી અંદરથી બહાર નીકળવાના રૂપમાં મુહપત્તી લઈ જવી તે વખતે (૨૬) હાસ્ય, (૨૭) રિત, (૨૮) અરિત પરિહ્યું એમ બોલવું, ત્યારબાદ મુહપત્તી ડાબા હાથમાં લઈને જમણા હાથને અવળો રાખી અંદરથી બહાર નીકળવાના રૂપમાં મુહપત્તી લઈ જતાં (૨૯) ભય, (૩૦) શોક, (૩૧) દુર્ગંછા પરિ એમ બોલવું. ત્યારબાદ મુહપત્તીના બન્ને છેડા બન્ને હાથમાં પકડી કપાલ આગળ ધરતાં (૩૨) કૃષ્ણલેશ્યા, (૩૩) નીલલેશ્યા, (૩૪) કાપોતલેશ્યા પરિહ એમ બોલવું કારણ કે લેશ્યાઓ (એટલે વિચારો) મગજમાં હોય છે. એટલે મગજના ભાગમાંથી તેને ત્યજવાનું જણાવ્યું છે.
.
ત્યારબાદ મુખ આગળ તે મુહપત્તીને ધરતાં (૩૫) ૨સગારવ, (૩૬) ઋદ્ધિગારવ, (૩૭) સાતાગારવ॰ પરિહતું એમ બોલવું. કારણ કે ખાવા-પીવાના રસની આસક્તિ મુખમાં રહેલી જીભને હોય છે. એટલે ત્યાં પરિહરું એમ બોલાય છે. ત્યારપછી હૃદય આગળ મુહપત્તીને ધરતાં (૩૮) માયાશલ્ય, (૩૯) નિયાણાશલ્ય,૧૦ (૪૦) મિથ્યાત્વશલ્ય૧ પરિહરું એમ બોલવું. કારણ કે શલ્ય એટલે ૧ પરિહતું = તજ, છોડી દઉં છું. ૨ કૃષ્ણલેશ્યા = અતિશય ઘણાં ખરાબ પરિણામ. ૩ નીલલેશ્યા= ઘણાં ખરાબ પરિણામ. ૪ કાપોતલેશ્યા= ખરાબ પરિણામ. ૫ રસગારવ= ખાવાની બહુ લાલસા. ૬ ઋદ્ધિગારવ=પૈસા-ધનની બહુ લાલસા. ૭સાતાગારવ=શરીરના સુખની લાલસા. ૮ આસક્તિ=મમતા-મૂર્છા. ૯ માયાશલ્ય= ફૂડ-કપટ,માયા. ૧૦ નીયાણાશલ્ય= કરેલા ધર્મના ફળની સાંસારિક માગણી કરવી. ૧૧ મિથ્યાત્વશલ્ય= કુદેવ-કુગુરુની શ્રદ્ધા.
જૈન તત્ત્વપ્રકાશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org