________________
વાળે છે કે “તત્તિ”= હે ગુરુજી ! “હું તેમ જ કરીશ’” અર્થાત્ ઘરે જવા છતાં સામાયિકમાં મેળવેલો આ સ્વાદ હું મૂકીશ નહિ. કેવો સુંદર પરસ્પર વાર્તાલાપ છે. !
પછી જમણો હાથ ચરવળા ઉપર થાપી ‘સામાઇયવયાજ્ઞો’ સૂત્ર બોલી પોતાના હાથને મુખ સન્મુખ રાખી એક નવકાર ગણવો. જાણે સ્થાપનાચાર્યમાં સ્થાપેલી કલ્પિત સ્થાપના ઉઠાવી લેતા હોઈએ એવી મુદ્રા રાખવી. મૂર્તિપૂજક સમાજમાં ઉપર મુજબ વિધિ છે. સ્થાનકવાસી અને તેરાપંથી સમાજમાં સ્થાપનાની માન્યતા ન હોવાથી હાલ ભાવતીર્થંકર ભગવાન શ્રી સીમંધરસ્વામી મહાવિદેહક્ષેત્રમાં ઈશાન ખૂણામાં વિચરે છે. તેમની કલ્પના કરીને ઈશાનખૂણા તરફ મુખ રાખીને ધર્મક્રિયા કરે છે. આ સામાયિક અત્યન્ત સમતા ભાવની પ્રાપ્તિ માટે છે. માટે આત્માને સમભાવમાં રાખવો અને આધ્યાત્મિક સ્વાધ્યાયમાં અત્યન્ત એકાગ્ર કરવો.
મુહપત્તીના પડિલેહણની વિધિ આ પ્રમાણે
મુખમાંથી નીકળતો વાયુ શરીરની ગરમીના કારણે અચિત્ત છે. જગતમાં વ્યાપેલો વાયુ ચિત્ત છે. આ બન્ને વિજાતીય વાયુના સંઘર્ષથી જગતમાં વ્યાપેલા સચિત્તવાયુના જીવોની હિંસા થવાનો સંભવ છે. તે જીવોની રક્ષા કરવાના આશયથી મુખ આગળ મુહપત્તી રાખીને બોલવાનો વ્યવહાર છે. બન્ને વાયુના સંઘર્ષને રોકવાનો આશય છે. એક વેંત અને ચાર આંગળ લાંબી-પહોળી એનું પ્રમાણ છે. આઠઆઠ આંગળલાં બે પડ કરી બે આંગળને વાળી નાખવાથી તે ભાગમાં કુલ આઠ પડ થાય છે. જેથી મુખમાંથી નીકળેલો વાયુ=શ્વાસ બહારના વાયુ સાથે અથડાય નહિ, મુખમાંથી નીકળેલું થૂંક વિગેરે પુસ્તકને અડે નહિ, આશાતના થાય નહિ એવો આશય છે. મુખથી બે-ચાર આંગળ દૂર રાખવાથી સૂત્રો સ્પષ્ટ બોલી શકાય. મુખના શ્વાસાદિ અને થૂંક ચોટવા વડે જીવાત ન થાય તથા વિષય સમજાવવો સરળ પડે. માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org