SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ છે. આવી વિવેકભરી સમાચારી શું બીજે ક્યાંય જોવા મળશે? ગુરુજી પણ કેવા નિર્લેપ છે ! ફક્ત શિષ્યો પોતાની ઇચ્છાથી ધર્મક્રિયામાં કેમ જોડાય અને તેમાં લયલીન બને એવી જ એક દૃષ્ટિ. નહીં કોઈ દબાણ, નહીં કોઈ ફરજ પાડવાની. આવી સમાચારી વીતરાગ શાસનમાં જ મળશે. સામાયિક પાળતી વખતે આથી પણ વિશેષ મધુર પ્રશ્નોત્તરી રહેલી છે. સામાયિક પાળવાની વિધિ પ્રથમ ખમાસમણ-ઇરિયાવહિયં-તસ્સઉત્તરી અત્રત્ય બોલી ૧લોગસ્સનો (અથવા ચાર નવકારનો) કાઉસ્સગ્ન કરી પાળીને પ્રગટ લોગસ્સ બોલી મુહપત્તીનું પડિલેહણ કરવાનું. ત્યારબાદ એક ખમાસમણ બોલી વિનયપૂર્વક નીચે મુજબ પૂછવાનું. શિષ્ય :- ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! સામાયિક પાળું ? અર્થ= હે ભગવાન ! સામાયિક પાળું ? ગુરુજી :- “પુણો વિ કાયવ્યં ” આ સામાયિક ફરી ફરી કરવા જેવું છે. શિષ્ય :- ઉપરના ગુરુજીના ઉત્તરને જાણે પોતે સ્વીકારી લેતો હોય તેમ જવાબ વાળે છે કે “યથાશક્તિ” જેવી મારી શક્તિ=અર્થાત્ શક્તિ અનુસારે હું ફરીથી પણ આવું સામાયિક અવશ્ય કરીશ. શિષ્ય :- ફરી ખમાસમણ આપી ગુરુજીને પૂછે છે કે. ઇચ્છાકારેણ સંદિસહ ભગવત્ સામાયિક પાળ્યું =હે ભગવાન! મેં સામાયિક પાળ્યું. ગુરૂજી :- “આયારો ન મોતવ્યો” સામાયિક પાળીને ભલે તું ઘેર જાય, પરંતુ સામાયિકમાં મેળવેલો “આ આચાર-સ્વાદ મૂકવા જેવો નથી.” સમતાભાવ રાખવા જેવો છે. - શિષ્ય-ગુરુજીના આ ઉત્તરને પણ સ્વીકારી લેતો આત્મા જવાબ ૧ લયલીન= તન્મય, એકાગ્ર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001094
Book TitleJain Tattva Prakasha 3rd Edition
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2002
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, 2 Pratikraman Arth, Vivechan, & Paryushan
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy