SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ શિષ્ય :- બે હાથ જોડીને નવકાર મહામંત્ર ગણીને બોલે છે કે ઇચ્છકાર ભગવાન્ પસાય કરી સામાયિક દંડક ઉચ્ચરાવોજી અર્થ= હે ભગવાન ! કૃપા કરી આપશ્રી અન્તરની ઇચ્છાપૂર્વક સામાયિક વ્રતનું પચ્ચખ્ખાણસૂત્ર ઉચ્ચરાવો (કહો). ગુરુજી :- શિષ્યની ઇચ્છાનુસાર “કરેમિ ભંતે’” સૂત્ર બોલી સામાયિક વ્રત આપે છે. હૈ શિષ્ય :- ઇચ્છાકારેણ સંદિસહ ભગવન ! બેસણે સંદિસાહું ? ભગવાન્ આપશ્રી ઇચ્છાપૂર્વક મને હવે બેસવાની રજા આપો ! ગુરુજી :- “સંદિસાહેહ’’– તમે તમારી ઇચ્છાપૂર્વક બેસી શકો છો. શિષ્ય :- ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! બેસણે ઠાઉં ? હે ભગવાન્! હું સામાયિક વ્રતમાં બેસીને સ્થિર થાઉં છું ? ગુરુજી :- “ઠાએહ’= તમે સામાયિકમાં સ્થિર થાઓ. શિષ્ય :- ઇચ્છાકારેણ સંદિસહ ભગવન ! સજ્ઝાય સંદિસાહું ? હે ભગવાન ! આપશ્રીની આજ્ઞા હોય તો સ્વાધ્યાય-આત્મચિંતન કરું ! ગુરૂજી :- “સંદિસાહેહ’= તું સામાયિકમાં સ્વાધ્યાય (ચિંતનમનન) કર. શિષ્ય :- ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! સજ્ઝાય કરું ? હે ભગવાન ! આપશ્રીની સંમતિ હોય તો હવે સ્વાધ્યાય કરું ગુરૂજી :- “કરેહ’– તમે સ્વાધ્યાય ચાલુ કરો. પછી ત્રણ નવકાર છું. ગણવા. કેવા મીઠા બોલો છે ! પરસ્પર ગુરુ-શિષ્યભાવ બતાવનારો કેવો સુંદર સંવાદ છે ? પ્રશ્નો અને ઉત્તરોમાં કેટલો સુંદર વિવેક દર્શાવ્યો ૧ પસાય = પ્રસાદ-મહેરબાની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001094
Book TitleJain Tattva Prakasha 3rd Edition
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2002
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, 2 Pratikraman Arth, Vivechan, & Paryushan
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy